Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ને લઈને સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. 17 માર્ચનાં રોજ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે, હું બંગાળની દીકરી છું અને આ ઘોષણાપત્ર મા, માટી અને માનુષ માટે છે.
તેમણે પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે, જ્યારથી અમે સત્તામાં આવ્યા છીએ ત્યારથી તમામ વાયદાઓ પૂર્ણ કર્યા છે. અમારું કામ જગજાહેર છે. યુનાઈટેડ નેશન્સે અમને સન્માનિત કર્યા છે. 100 દિવસ રોજગાર આપવા પર અમે નંમ્બર એકની પોઝિશન પર છીએ. અમે ગરીબીને 40 ટકા ઓછી કરી નાખી છે અને ખેડૂતોની આવક ત્રણ ગણી વધારી દીધી છે.
મમતા બેનર્જીએ આ ઘોષણાપત્રનો લોગ પણ ઘોષણાપત્ર જ રાખ્યો છે. મમતાએ કહ્યું કે, આ રાજનીતિનું ઘોષણાપત્ર નથી. વિકાસનું ઘોષણાપત્ર છે. 8-9 જાતિઓને ઓબીસીમાં સમાવેશ કરવાની ઘોષણા દરમિયાન મમતાએ કેન્દ્ર સરકાર પર આપત્તિ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમણે દિલ્હીમાં ઉપરાજ્યપાલની શક્તિઓને વધારવા માટે મોદી સરકારની કડક શબ્દોમાં આલોચના કરી હતી.
મમતાનું ઘોષણા પત્ર
1) ખેડૂતોને 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા આપવામાં આવશે. ખેડૂતો માટે બજેટમાં ડબલ રોકાણ કરવામાં આવશે.
2) 25 લાખ ઘર બનાવવાની સાથે જ ઘર ઘરમાં પીવાનું પાણી અને શ્રેષ્ઠ જળ સુવિધાનો વાયદો કરવામાં આવ્યો.
3) 1.5 કરોડ પરિવારોને અનાજનું વિતરણ કરવામાં આવશે.
4) 1.6 કરોડ ઘરમાં મહિલાઓ માટે માસિક ભથ્થુ દેવાની યોજનાનું એલાન કરવામાં આવ્યું છે. સામાન્ય વર્ગની મહિલાઓ માટે 500 રૂપિયા, જ્યારે એસસી/એસટી પરિવારોને 1000 રૂપિયા. આ પૈસા મુખ્ય મહિલા સભ્યને આપવામાં આવશે.
5) 8-9 જાતિઓને ઓબીસીમાં સામેલ કરવામાં આવશે.
6) બંગાળના વિદ્યાર્થીઓ માટે 24,000 કરોડ આપવામાં આવશે. અલ્પસંખ્યક ભાષાઓ જેવી કે નેપાળી, રાજબંશી વગેરે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.
7) તરાઈ-ડુઅર્સ ક્ષેત્ર માટે વિશેષ વિકાસ બોર્ડ બનાવવામાં આવશે. જેથી શાંતિ વ્યવસ્થા બની રહે અને વિકાસ થાય.
ચૂંટણી ક્યારે ?
પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી લઈને 29 એપ્રિલ સુધી 8 તબક્કાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પરિણામ 2મેના રોજ ઘોષિત કરવામાં આવશે. 2016માં થયેલી ચૂંટણીમાં પાર્ટીઓએ કેટલી સીટ મેળવી તેના પર નજર કરવામાં આવે તો…
| પાર્ટી | સીટ |
| TMC | 211 |
| INC | 44 |
| CPM | 26 |
| BJP | 3 |
| Others | 10 |
રાજનીતિક વિશેષજ્ઞો કહે છે કે આ વખતે ફક્ત અને ફક્ત ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જ લડાઈ રહેશે બાકીના પક્ષો હાસ્યમાં ધકેલાય જશે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ 30 મેનાં 2021નાં રોજ પૂર્ણ થશે. એવામાં 30 મે પહેલા નવી સરકારના ગઠનની પ્રક્રિયા પૂર્ણ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત