Homeદે ઘુમા કેચેલાની ટીમે ગુરૂની ટીમને હરાવી, પૃથ્વી અને ગબ્બર મેચના હીરો

ચેલાની ટીમે ગુરૂની ટીમને હરાવી, પૃથ્વી અને ગબ્બર મેચના હીરો

The Chabuk-Sports Desk: ઈન્ડિયન પ્રિમિયર લીગનો આરંભ થઈ ગયો છે. સિઝન 14ની બીજી મેચમાં ભારે રસાકસી બાદ ચેલા ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સે ગુરૂ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવી. 189 રનનો પીછો કરતા દિલ્હીની ટીમે 18.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધુ. 

પૃથ્વીનો ‘શૉ’,  ગબ્બર પણ ફોર્મમાં

દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર્સ પૃથ્વી શૉ અને શિખર ધવને ફિફ્ટી ફટકારી. પૃથ્વી શોએ 38 બોલ પર 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 72 રન ફટકાર્યા. જ્યારે શિખર ધવને 54 બોલ પર 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા. આ ઉપરાંત કેપ્ટન ઋષભ પંતે 12 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 15 અને સ્ટોઈનીસે 9 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા. જ્યારે સિમરન હેટમાયર નોટ આઉટ રહ્યો.

ટોસ હાર્યા, મેચ પણ હાર્યા

ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે ધમાકેદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી સૌથી વધુ સુરેશ રૈનાએ 54 રન બનાવ્યા હતા. રૈનાએ પોતાની 32મી અર્ધસદી ફટકારી. તો રવિન્દ્ર જાડેજા 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે સેમ કરન 34 રન બનાવી ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.

19મી ઓવર ધમાકેદાર

ચેન્નઈ માટે 19મી ઓવર શાનદાર રહી. ટોમ કરનની બોલિંગ પર સેમ કરન અને રવિન્દ્ર જાડેજાએ 23 રન ફટકાર્યા. સેમ કરને ભાઈ ટોમ કરનનની ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા.

રૈનાએ સંભાળ્યો મોરચો

ચેન્નઈની ખરાબ શરૂઆત થઈ હતી ત્યારબાદ રૈના અને મોઈન અલીની પાર્ટનરશીપ તેમજ રૈના અને રાયડૂની પાર્ટનરશીપના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી.

16મી ઓવરમાં બે ઝટકા

16મી ઓવરમાં ચૈન્નઈને બે મોટા ઝટકા લાગ્યા હતા. આ ઓવરમાં સેટ બેટ્સમેન સુરેસ રૈના આઉટ થઈ ગયો હતો. રૈના બાદ ધોની પણ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. લીગમાં ધોની ચોથીવાર શૂન્ય રને આઉટ થયો છે.

અશ્વિનનું નિરાશાજનક પ્રદર્શન

બીજી તરફ દિલ્હી તરફથી અવેશ ખાને 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ક્રિસ વોક્સે પણ 3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ ઝડપી હતી.  જ્યારે આર.અશ્વિન સૌથી મોંઘો સાબિત થયો હતો. અશ્વિને 4 ઓવરમાં 11.80ની એવરેજથી 47 રન આપ્યા. અશ્વિનને ચાર ઓવરમાં માત્ર એક સફળતા મળી હતી. ટોમ કરને 4 ઓવરમા 40 રન આપી 1 વિકેટ ઝડપી હતી. સ્ટોઈનીસે 1 ઓવરમાં 26 રન આપ્યા હતા.

પ્લેઈંગ ઈલેવન

CSK

ઋતુરાજ ગાયકવાડ,  ફાફ ડૂ પ્લેસિસ, મોઈન અલી,  સુરેશ રૈના,  અંબાતિ રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની ( કેપ્ટન ) , રવિન્દ્ર જાડેજા,  સૈમ કરન, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર

DEL

પૃથ્વી શૉ, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત (કેપ્ટન ), માર્ક્સ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ,  ટોમ કરન,  આર. અશ્વિન,  અમિત મિશ્રા,  અવેશ ખાન

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments