Homeગામનાં ચોરેપાંચ હરામખોર: યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં અંગૂઠો અને બાદમાં દારૂની બોટલ નાખતો દુષ્કર્મનો...

પાંચ હરામખોર: યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં અંગૂઠો અને બાદમાં દારૂની બોટલ નાખતો દુષ્કર્મનો વીડિયો વાઈરલ

Team Chabuk-National Desk: એક વીડિયો સામે આવ્યો છે. ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયોની બર્બરતા કોઈને પણ ગુસ્સો લાવવા પૂરતી છે. આ વીડિયોમાં પાંચ વ્યક્તિઓ એક યુવતીને પરેશાન કરી રહ્યાં છે. આ વીડિયોમાં ચાર પુરુષ અને એક સ્ત્રી મળીને છોકરીની સાથે બર્બરતા આચરી રહ્યાં છે.

વીડિયોમાં જબરદસ્તી યુવતીને વસ્ત્રો ઉતારવામાં આવે છે. તેના માથાના ભાગે પગ મૂકવામાં આવે છે. એ અવાજ ન કરે આ માટે તેના મોઢામાં કાપડનો ડુમો ભરાવી દેવામાં આવે છે. તેના પ્રાઈવેટ પાર્ટમાં સૌ પ્રથમ અંગૂઠો અને બાદમાં દારૂની બોટલ ઘુસાડવામાં આવે છે.

વીડિયોની યુવતી નોર્થ ઈસ્ટ રાજ્યની હોવાની પ્રાથમિક જાણકારી મળી છે, પણ નોર્થ ઈસ્ટના કયા રાજ્યની તે કોઈને ખબર નથી. નોર્થ ઈસ્ટની હોય પણ ન શકે તેવી પણ વાતો થઈ રહી છે.  કેટલાક લોકો આ કેસને જોધપુર સ્યુસાઈડ કેસની સાથે જોડી રહ્યાં છે. 23 મેના રોજ એક યુવતીએ આત્મહત્યા કરી હતી. એ યુવતી નાગાલેન્ડની હતી. જોકે આ તમામ આશંકાઓ પર કેન્દ્રિય ખેલ મંત્રી કિરણ રિજ્જુએ પાણી ઢોળી દીધું છે. આ અંગેની માહિતી તેમણે ટ્વીટ કરતાં કાંઈક આવી રીતે આપી છે.

‘‘નોર્થ ઈસ્ટની યુવતીનો વાઈરલ વીડિયો, જેમાં તેની સાથે ચાર પુરુષો અને એક મહિલા દ્વારા બર્બરતા આચરવામાં આવી રહી છે. તેની સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. આ જોધપુર આત્મહત્યા કેસ નથી. મેં જોધપુરનાં પોલીસ કમિશનરની સાથે વિસ્તારપૂર્વક વાર્તાલાપ કર્યો છે. જોકે રાક્ષસોને પકડવા માટે તમામ રાજ્યની પોલીસે પોતાની તાકાત લગાવી દેવી જોઈએ.’’

બીજી બાજુ આરોપીઓને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશનનો આરંભ કરી દીધો છે. આસામ પોલીસે તમામ આરોપીઓની ટ્વીટર હેન્ડલ પર તસવીર અપલોડ કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘‘આ એ પાંચ અપરાધિઓની તસવીર છે. જે એક વાઈરલ વીડિયોમાં યુવતીની સાથે બર્બરતા આચરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના ક્યારની અને ક્યાંની છે અત્યાર સુધી ખબર નથી મળી. જે કોઈની પાસે આ અપરાધિઓ અંગે સંબંધિત જાણકારી હોય, એ અમારી સાથે સંપર્ક કરે. તેમને ઈનામ આપવામાં આવશે.’’

આસામની પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમ આસમનો ન હોય તેવું પણ સંભવિત છે, છતાં અમે અમારી રીતે શોધવાનો પૂરતો પ્રયત્ન કરીશું. આ જધન્ય અપરાધીઓને કાયદાની ચુંગાલમાં લાવવા માટે આપણે સૌએ મળીને પ્રયાસ કરવો જોઈશે.

આ સમગ્ર વીડિયો ઝડપથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફેલાતા અપરાધીઓ પર ફિટકારની લાગણી વરસી રહી છે તો યુવતી માટે લોકો ન્યાયની પુકાર કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર હેશટેગની સાથે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. કોઈ આરોપીએને જોતા જ ઠાર કરી દેવાની વાતો કરી રહ્યું છે તો કોઈ ફાંસીની સજા સંભળાવવાનું કહી રહ્યું છે. આ સૌની વચ્ચે લોકોને સ્તબ્ધ કરનારું તથ્ય એ છે કે આખરે એક મહિલા જ આવા જધન્ય અપરાધમાં કેવી રીતે સામેલ હોય શકે. આ સવાલનો જવાબ તો ત્યારે જ સામે આવશે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને જ્યારે પીડિતા નિવેદન આપશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments