Homeગામનાં ચોરેભારતમાં 42 લાખનાં મોત થયાનાં ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પર સરકારે જે પ્રતિક્રિયા...

ભારતમાં 42 લાખનાં મોત થયાનાં ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પર સરકારે જે પ્રતિક્રિયા આપી તે જાણવા જેવી છે

Team Chabuk-National Desk: ભારતમાં કોરોના વાઈરસના કારણે દર્દીઓનાં મૃત્યુંનો આંકડો વિવાદાસ્પદ રહ્યો છે. છાશવારે મૃત્યુંનાં આંકડાને લઈને વિવાદ સપાટી પર આવતો રહે છે. આ વચ્ચે ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રગટ થયેલા અહેવાલે સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ કહે છે કે ભારતમાં કોરોના સંક્રમણના કારણે 42 લાખ લોકોના મૃત્યું થયા છે. આ વાત અખબારોમાં પણ છપાઈ. ટીવીમાં ચલાવાઈ અને સોશિયલ મિડિયામાં દેકારો મચી ગયો.

હવે સરકારે ભારતમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનારા લોકોનો ન્યૂયોર્ક ટાઈમ્સે આપેલો આંકડો ખોટો હોવાનું કહ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે રિપોર્ટનો કોઈ પ્રામાણિક આધાર નથી. રિપોર્ટ સંપૂર્ણ રીતે આધારવિહિન છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘રિપોર્ટ સમગ્ર રીતે ખોટી અને ‘વિકૃત અનુમાન’ પર આધારિત છે.’

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દરેક શક્ય એટલા પ્રયત્ન કર્યા છતાં સંક્રમિતોની સંખ્યા 40.42 કરોડ હશે જ્યારે મોતનો સંભવિત આંકડો 6 લાખ હશે. તેની સામે વધારે સંભવિત સ્થિતિની જો વાત કરવામાં આવે તો સંક્રમિતોનો આંકડો 53.9 કરોડ હશે જ્યારે મૃત્યુ 16 લાખ થઈ ગયા હશે.

અને સૌથી ખરાબ સ્થિતિમાં સંભવિત સંક્રમિતોનો આંકડો 70.7 કરોડ હશે. જ્યારે મૃત્યુનો આંકડો 42 લાખ હશે. ન્યૂયોર્ક ટાઈમ્સની આ રિપોર્ટને પાયાવિહોણી ગણાવતા સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, આંકડાઓને છુપાવવાનો કોઈ સવાલ જ નથી. શરૂઆતથી જ અમારો પ્રયત્ન રહ્યો છે કે તમામ ઘટનાઓ અને મૃત્યુના આંકડાઓમાં પારદર્શિતા હોવી જોઈએ. જેથી આપણને સાચી સ્થિતિની ખબર પડી શકે. અને તેના અનુરૂપ પગલાં ભરવામાં આવે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે કહ્યું કે, રિપોર્ટ ‘વિકૃત આંકડા’ઓ પર આધારિત છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની ખબરને આગળ ધરતા બુધવારના રોજ ટ્વીટ કર્યું હતું. ‘આંકડાઓ ખોટું નથી બોલતા, ભારત સરકાર બોલે છે.’

તો પ્રિયંકા ગાંધીએ આ ટ્વીટને લઈને જ કહ્યું કે, ‘આપણે કોઈ દિવસ નહીં જાણી શકીશું કે કોવિડથી મરનારાઓની વાસ્તવિક સંખ્યા કેટલી છે, કારણ કે સરકારે મહામારી સામે લડવા કરતા આંકડાઓ છુપાવવામાં વધારે મહેનત કરી છે.’

રાહુલ ગાંધીના ટ્વીટ પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાશ પર રાજનીતિ, કોંગ્રેસ સ્ટાઈલ! વૃક્ષ પરથી ગિદ્ધ ભલે લુપ્ત થઈ રહ્યા હોય. પણ લાગે છે કે તેની શક્તિ ધરતીના ગિદ્ધોમાં સમાવિષ્ટ થઈ ગઈ છે. રાહુલ ગાંધીજીને દિલ્હીથી વધારે ન્યૂયોર્ક પર ભરોસો છે. લાશ પર રાજનીતિ કરવાનું કોઈ ધરતી પરના ગિદ્ધો પાસેથી શીખો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments