Homeગામનાં ચોરેહે સિસ્ટમ તેરી લીલા અપરંપાર હૈ: ખાટલા ખાલી હતા પણ એટલે એડમિટ...

હે સિસ્ટમ તેરી લીલા અપરંપાર હૈ: ખાટલા ખાલી હતા પણ એટલે એડમિટ ન કર્યા કારણ કે ‘VIP’ હતા

Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનમાં 60 વર્ષીય વીણા દેવી કોરોના સંક્રમિત થયા. આઈસીયુમાં જગ્યા ન મળતા તેમનું નિધન થઈ ગયું. ખાટલો મળ્યો નહીં, કારણ કે તેઓ ‘VIP’ કેટેગરીમાં આવતા નહોતા. મધ્યમવર્ગીય હતા. ખાટલા તો ખૂબ ખાલી હતા પણ તે વીઆઈપીઓ માટેના હતા જેથી તેમને ત્યાં જગ્યા ન મળી. પરિણામ એ આવ્યું છે વીણાજી હવે નથી રહ્યા.

સમગ્ર ઘટના કાંઈક એવી છે કે રાજસ્થાનના કોટામાં MBS હોસ્પિટલ આવેલી છે. અહીં કોરોના પોઝિટિવ વીણા દેવીની સારવાર ચાલી રહી હતી. 26 મેની રાત્રિએ તેમની તબિયત લથડી ગઈ. ડૉક્ટરે તેમના પુત્રને કહ્યું કે તેમને વેન્ટીલેટર પર રાખવાની જરૂર છે અથવા તો હાઈ ફ્લો ઓક્સિજન આપવાની જરૂર છે.

પુત્ર ICUના ઈન્ચાર્જની પાસે ગયો. ઈન્ચાર્જે જવાબ આપ્યો કે ખાટલો ખાલી નથી. એ પછી જૂનિયર ડૉક્ટરે કહ્યું કે, આઈસીયુમાં બેડ ખાલી છે. પણ કોઈ રસ્તો કાઢવો પડશે. વીણા દેવીનો પુત્ર બીજી વખત આજીજી કરવા ગયો પણ તેને બીજી વખત પણ ના પાડી દેવામાં આવી. યુવકે આઈસીયુના ખાલી ખાટલાની તસવીર બતાવી. પૂછ્યું કે, બેડ ખાલી છે તો શા માટે ભરતી નથી કરતા?

જવાબ મળ્યો : ‘‘આ વીઆઈપી બેડ છે અને એ તમને ન આપી શકાય. જો મોડી રાત્રે કોઈ ધારાસભ્ય કે નેતાનો ફોન આવ્યો તો હું એમને ખાટલો ક્યાંથી આપીશ ? 1-2 ખાટલા તો ખાલી જ રાખવા પડે છે. જો તું કોઈ નેતાની લાગવગ કરાવી લે તો તને ખાટલો મળી જશે.’’

સવારમાં 3-40 વાગ્યાની આસપાસ આઈસીયુની બહાર કોરોના સંક્રમિત વીણા દેવનું નિધન થઈ ગયું. MBS હોસ્પિટલના ડેપ્યુટી સુપરિટેન્ડેડે આ સમગ્ર ઘટનાને લઈ કહ્યું કે, ‘એ VIP માટે નહીં પણ નોન કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવ્યા હતા. જોકે આ દર્દીના મૃત્યુ બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ ખાલી ખાટલાઓ પણ કોવિડના દર્દીઓ માટે વાપરવામાં આવે.’

હોસ્પિટલની બેદરકારીના કારણે થયેલી મોત બાદ પણ નોર્થ કોટાના ધારાસભ્ય અને રાજસ્થાન સરકારમાં શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલાનું કહેવું છે કે ક્યાંય કોઈ પરેશાની જેવું છે જ નહીં. શું કહેવું ?

વાત જો રાજસ્થાનની કરવામાં આવે તો અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે. હાલમાં જ એમ્બ્યુલન્સ ન મળવા પર દર્દીની બોડીને ગાડીમાં સીટ બેલ્ટ સાથે બાંધી લઈ જવાનો વીડિયો વાઈરલ થયો હતો. કેટલાય એવા દૃશ્યો પણ સામે આવ્યા છે કે લોકો બોડીને ખંભા પર લઈ જાય છે. કોરોના વાઈરસથી રાજસ્થાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જયપુર, જોધપુર, અલવર, ઉદયપુર અને કોટા જેવા જિલ્લાઓ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધારે દર્દીઓની મોત કોરોના વાઈરસથી થઈ ગઈ છે. 26 મે સુધી રાજસ્થાનમાં 78 હજારથી વધારે એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજસ્થાનમાં 1.6 કરોડથી વધારે લોકોને વેક્સિનનો ડોઝ મળી ચૂક્યો છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments