Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારનાં સોશિયલ મિડિયાના નવા નિયમો ન માનવા પર અડગ એવા ટ્વીટરને છોડીને ગૂગલ અને ફેસબુક જેવી મહાકાય કંપનીઓ સહિતની કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિત અન્ય સૂચનાઓ સાર્વજનિક કરવાના હેતુથી પોતાની વેબસાઈટો અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. આ નવા નિયમો 26 મેથી પ્રભાવી થાય છે.
નવા નિયમો હેઠળ સોશિયલ મિડિયા સંસ્થાઓને ફરિયાદ નિવારણ અધિકારી, નોડલ અધિકારી અને મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવાના છે. આ અધિકારીઓ માટે જરૂરી એ છે કે તેઓ ભારતમાં હોય ને ભારતમાં જ રહે. પ્રમુખ સોશિયલ મિડિયા સંસ્થાઓની શ્રેણીમાં એ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ આવે છે જેમના ઉપયોગકર્તાઓની સંખ્યા 50 લાખ કરતા વધારે છે.
ઉદ્યોગ જગતના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ફેસબુક અને વોટ્સએપ પહેલાથી જ અનુપાલન રિપોર્ટ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય સાથે વાતચીત કરી ચૂક્યા છે. નવા ફરિયાદ નિવારણ અધિકારીની નિયુક્તિ અંગે જાણકારી આ મંચો પર અપડેટ કરવામાં આવી રહી છે. ગૂગલના કોન્ટેક અસના પેજ પર જે ગ્રિયરની જાણકારી પ્રદર્શિત થઈ રહી છે તેનું સરનામું અમેરિકામાં માઉન્ટેન વ્યૂ છે. આ પેજમાં યૂટ્યૂબમાં પણ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંતર્ગત જાણકારી આપવામાં આવી છે.
નિયમોના અનુસાર, તમામ સોશિયલ મિડિયા કંપનીઓને પોત પોતાની વેબસાઈટ, એપ્લિકેશન અથવા તો બંને પર ફરિયાદ નિવારણ અધિકારી અને તેમના સરનામા વિષે જાણકારી આપવાની છે. સાથે જ ફરિયાદની પદ્ધતિ વિશે પણ જણાવવાનું છે. જેથી ઉપયોગકર્તા કે પીડિત પોતાની ફરિયાદ કરી શકે. શિકાયત નિવારણ અધિકારી 24 કલાકની અંદર અંદર નોંધવવામાં આવેલી ફરિયાદના આધારે સૂચના આપવાની રહેશે. આવી ફરિયાદો પર પૂર્ણવિરામ મૂકવા માટે 15 દિવસની અવધિ રહેશે.
સરકારી સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, ટ્વિટર નિયમોનું પાલન નથી કરી રહ્યું. કંપનીએ મંત્રાલયને મુખ્ય અનુપાલન અધિકારીના નામ વિશે પણ જાણકારી મંત્રાલયને નથી આપી. તેની કાયદાની કંપનીમાં કામ કરનારા એક વકીલનું નામ સંપર્ક અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારીના રૂપમાં આપવામાં આવ્યું છે. જ્યારે ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના નિયમોમાં સ્પષ્ટરૂપથી કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના પ્લેટફોર્મના અધિકારીઓ અને કંપનીના કર્મચારીનું ભારતમાં હોવું જરૂરી છે.
આ અંગે ટ્વીટરે ઈ-મેલ મારફતે પૂછેલા સવાલોના જવાબ નથી આપ્યા. કંપનીની વેબસાઈટ પર ભારત માટે ફરિયાદ અધિકારીના રૂપે ધર્મેન્દ્ર ચતુરનું નામ આપવામાં આવ્યું હતું. ગૂગલ, ફેસબુક અને વોટ્સએપે પણ આઈટી નિયમો હેઠળ નિયુક્તિ અંગે ઈ-મેલ દ્વારા પૂછવામાં આવેલા વિસ્તૃત સવાલોના જવાબો નથી આપ્યા. સૂત્રોએ આ પહેલા કહ્યું હતું કે, નવા નિયમોના પ્રાવધાનોમાં લાગુ કરવાને લઈને ગૂગલ, ફેસબુક અ વોટ્સએપ સિવાય કૂ, સર્ચચેટ, ટેલીગ્રામ અને લિંક્ડઈન જેવી સોશિયલ મિડિયા કંપનીઓ મંત્રાલયની સાથે વાર્તાલાપ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત