Homeગામનાં ચોરેભાજપનો કાર્યકર્તા રાતે બહાર ગયો અને કોઈએ હત્યા કરી લાશને ઝાડ પર...

ભાજપનો કાર્યકર્તા રાતે બહાર ગયો અને કોઈએ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી

Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની પૂર્ણ થઈ હોવા છતાં મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. કાર્યકર્તા વચ્ચેનો વણથંભ્યો મોતનો ખેલ રફ્તાર પકડી રહ્યો છે. હવે ભાજપના કાર્યકર્તાની લાશ ઝાડ પર ટીંગાયેલી મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉત્તર બંગાળના કોચબિહાર જિલ્લામાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાનો મૃતદેહ ઝાડ પર લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો. બીજેપીએ આને હત્યા બતાવતા તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. જોકે ટીએમસીએ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.

સમગ્ર ઘટના કાંઈક એવી છે કે બંગાળના કોચબિહારમાં બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ ઝાડ પર લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો. આ દિવંગત કાર્યકર્તાની ઓળખ સિતાઈ વિસ્તારના રહેવાસી અનિલ બર્મનના રૂપે થઈ હતી. બીજેપી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ગત રાત્રિએ પોતાના ઘરે પરત ન ફર્યો. અનિલ પરત ન ફરતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અનિલનો મૃતદેહ થોડે દૂર જંગલમાં એક વૃક્ષ પર લટકતો મળ્યો હતો.

પાર્ટી કાર્યકર્તા અનિલ બર્મનની મોતને બીજેપીએ હત્યા ઠેરવી હતી. બીજેપી તરફથી કહેવામાં આવ્યું છે કે અનિલ બર્મનની હત્યા કરવામાં આવી છે અને તેની પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ માનવામાં આવે છે. પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ સાથે જ એ આરોપ પણ લગાવ્યો છે કે, ચૂંટણીના તુરન્ત બાદ અનિલ બર્મનના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે બર્મનના ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ટીએમસીએ બીજેપી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ટીએમસી તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અનિલ બર્મનની માનસિક હાલત ઠીક નહોતી. અનિલ બર્મને આત્મહત્યા કરી છે. બીજી બાજુ વૃક્ષ પર લટકતા મૃતદેહની ખબર મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આ ઘટના પાછળ કોનો હાથ છે તે અંગેની તપાસ આદરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments