Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે એ રહસ્યને ઉજાગર કર્યું હતું કે કેવી રીતે તે પોતાના ઓપનિંગ પાર્ટનર માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરની નકલ કરતો હતો.
સહેવાગે સચિન સાથે લાંબા સમય સુધી ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી. તેણે કહ્યું કે, 1992નાં વિશ્વકપમાં તેણે પ્રથમ વખત સચિનને ટીવી પર જોયો હતો. સહેવાગે કહ્યું કે, ક્રિકેટના મેદાન પર રમીને ઘણું બધું શીખી શકાય. જો કે હું મારું ઉદાહરણ આપું તો 1992ના વિશ્વકપથી ક્રિકેટ જોવાનું શરૂ કર્યું અને એ સમયે હું સચિનની બેટીંગ જોઈ તેની નકલ કરવાનો પ્રયાસ કરતો હતો.
સહેવાગે આગળ કહ્યું કે, એ કેવી રીતે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવતા હતા કે બેકફૂટ પંચ મારતા હતા. મેં 1992માં ટીવી પર જોઈને ઘણું શીખ્યું. વિરેન્દ્ર સહેવાગની સાથે ક્રિકગુરૂ એપ્લિકેશનના સહ સંસ્થાપક સંજય બાંગરે એપ્લિકેશન લોન્ચ સમયે કહ્યું કે, આજના સમયે તમારી પાસે તમારી પસંદગીના ક્રિકેટરના વીડિયો છે. અર્થાત્ એબી ડિવિલિયર્સ, બ્રાયન લારા, ક્રિસ ગેલ કે વિરેન્દ્ર સહેવાગ કેપ પછી કોઈ બીજું. અમારા સમયે તો વીડિયો હતા જ નહીં.
સહેવાગે એ પણ ઉમેર્યું કે, અમારી પાસે એવી સુવિધાઓ નહોતી કે કોઈ સાથે ઓનલાઈન વાતો કરીએ કે વીડિયો સબસ્ક્રાઈબ કરીને શીખી શકીએ. જો એવું હોત તો હું જરૂર કરત અને વધારે શીખી શકેત.
રમતના માનસિક અને શારીરિક બંને બાજુઓ પર વજન મૂકતા સહેવાગે કહ્યું કે, માનસિક ભાગ મહત્વનો છે અને અમે એનાં કારણે જ આ એપ્લિકેશન લોન્ચ કરી છે. એ પછી અમે ક્રિકેટની ટેકનિક પર વાત કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત