Homeગુર્જર નગરીઆજે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આજે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Team Chabuk-Gujarat Desk: મુંબઈમાં ગઈકાલે મેઘરાજાએ બોલાવેલી રમઝટ બાદ હવે ગુજરાતમાં ચોમાસાનાં વિધિવત મંડાણ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલતી હતી. જેના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડ્યો હતો, તો ક્યાંક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવે ફરી એક વખત રાજ્યમાં ચોમાસાને લઈ મહત્વના સમાચાર આવી રહ્યા છે.

હાલ ગુજરાતના વલસાડ સુધી ચોમાસુ પહોંચી ચૂક્યું છે. ધીમે ધીમે જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ પહોંચી જશે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મહત્વના વિસ્તારો વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં આજે મેઘરાજા મંડાશે. આ સિવાય તાપી અને ડાંગમાં પણ મેઘરાજાની પધરામણી થવાની છે.

ગુજરાતના મેગાસિટી અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો આ બેઉં શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ ન પડતા બફારો થશે. સૌરાષ્ટ્રમાં આજ રોજ હવામાન વિભાગ દ્વારા ભાવનગર, ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પાંચ દિવસ સુધી સૂચના આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments