Homeગુર્જર નગરીVIDEO: જામનગરમાં યુવક બાઈક સાથે રેલવે ટ્રેક પર ફસાયો હતો અને ટ્રેન...

VIDEO: જામનગરમાં યુવક બાઈક સાથે રેલવે ટ્રેક પર ફસાયો હતો અને ટ્રેન નજીક આવી ગઈ

The Chabuk-Gujarat Desk: જામનગરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. જામનગરની હરિયા કોલેજ પાસે ટ્રેન સાથે અંદાજે 80થી 100 મીટર જેટલું સ્કૂટર ઢસડાયું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ટ્રેનમાં બેસેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બીજી તરફ સ્કૂટર ચાલક પણ માંડ-માંડ બચ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક યુવક પોતાના સ્કૂટરને ટ્રેક પરથી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોઈ કારણોસર તે સ્કૂટર લઈને ટ્રેક વચ્ચે જ ફસાયો છે. આ જ સમય દરમિયાન સામેથી ટ્રેનને આવતી પણ જોઈ શકાય છે. આ સમગ્ર ઘટના યુવકથી થોડે દૂર જ કોઈ મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યું છે અને સાથે જ યુવકને ટ્રેક પરથી ખસી જવા બૂમો પાડી રહ્યું છે. યુવક પોતાની તમામ તાકાત સ્કૂટરને બચાવવામાં લગાવી દે છે પરંતુ સ્કૂટર ટ્રેક પરથી ખસી રહ્યું નથી. જોત જોતામાં જ ટ્રેન યુવકની એકદમ નજીક આવી જાય છે અને અંતિમ ઘડીએ યુવક ટ્રેક પરથી ખસી જાય છે. આમ, યુવકનો જીવ બચી જાય છે પરંતુ તે પોતાના સ્કૂટરને બચાવી શકતો નથી.

બીજી તરફ ટ્રેન સાથે સ્કૂટર આગળ ઢસડાઈ રહ્યું છે. સદનસીબે ટ્રેન પાટા પરથી ન ઉતરી. જો આવું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ ભીતિ હતી. વીડિયોમાં સ્કૂટરને ટ્રેને સાથે ઢસડાતું પણ જોઈ શકાય છે. 80થી 100 ફૂટ જેટલું ઢસડાયા બાદ સ્કૂટરની હાલત પણ ખરાબ થઈ ગઈ છે.

જામનગરની આ ઘટના પર અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ થઈ રહ્યા છે કે યુવક ટ્રેક પર કેવી રીતે આવ્યો ?  યુવકની આ હરકતથી તેના પર સોશિયલ મીડિયા પર ફિટકાર પણ વરસી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે શોર્ટ કર્ટ અપનાવવામાં યુવકે કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. આ વીડિયો ક્યાં દિવસનો છે તેની ધ ચાબુક પુષ્ટિ કરતું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments