Team Chabuk-National Desk: નેશનલ સિક્યૂરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંડના એકાઊન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડે અદાણી ગ્રુપની કમ્પનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેથી અદાણી સમૂહની કંપનીઓનાં શેર તળિયે બેસી ગયા છે.
NSDLએ Albula ઈનવેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના એકાઊન્ટ ફ્રિજ કરી દીધાં છે. ડિપોઝીટરીની વેબસાઈટનાં અનુસાર આ એકાઊન્ટ 31 મેના રોજ કે એની પહેલા જ ફ્રિજ કરી દેવામાં આવ્યા હતા.
NSDL freezes three FPI accounts owning Adani Group shares worth Rs 43,500 crore. The action could be because of insufficient disclosure of information under the PMLA. All the three funds, based out of Mauritius, are registered with SEBI. #Adani Group stocks tumble 5-20%.
— anshuman tiwari (@anshuman1tiwari) June 14, 2021
આ સમાચારના કારણે અદાણી ગ્રુપની કમ્પનીના શેર આજે તળિયે આવી ગયા છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેયર 15 ટકા તૂટીને 1361.25 રૂપિયાએ પહોંચી ગયો છે. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોન 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકાનો કડાકો બોલી ગયો છે.
અત્યાર સુધી આ અંગે અદાણી ગ્રુપ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. આ ત્રણે ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારનાં રૂપે અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશન 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.
ઈકોનોમિક ટાઈમ્સની ખબર મુજબ માલિકીના વિશે પર્યાપ્ત જાણકારી ન દેવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અકાઉન્ટ ફ્રિઝ થવાનો અર્થ છે કે ફંડ હવે ન તો પોતાના ખાતાના શેયર વેચી શકે છે અને ન તો શેયર ખરીદી શકે છે. વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનારી ડિપોઝીટરીએ કહ્યું કે મની લોન્ડ્રિંગ રોધી કાનૂન (PMLA) હેઠળ આ એકાઊન્ટમાંથી ફાયદો ઉઠાવનારા સ્વામિત્વ વિશે પર્યાપ્ત જાણકારી ન દેવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટોડિયન સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને આ પ્રકારની કાર્યવાહી પહેલા એક નોટિસ પાઠવે છે. જોકે ફંડથી કોઈ જવાબ ન મળવા પર અકાઊન્ટને ફ્રિજ કરવાની સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત