Homeદે ઘુમા કેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપઃ વિજેતાને મળશે અધધ રૂપિયા, હારનારી ટીમ પણ થશે માલામાલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપઃ વિજેતાને મળશે અધધ રૂપિયા, હારનારી ટીમ પણ થશે માલામાલ

Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 18થી 22 જૂન સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. ક્રિકેટપ્રેમીઓ આ ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળમાં નિયમો સાથે મેચ રમાશે. ભારતીય ક્રિકેટપ્રેમીઓને આશા છે ન્યૂઝિલેન્ડને મ્હાત આપીને ભારત વિશ્વ વિજેતા બની જશે. જો આમ થશે તો ક્રિકેટરો પર ધનનો વરસાદ થશે. ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની વિજેતા અને ઉપવિજેતા ટીમના ઈનામની જાહેરાત કરી દીધી છે.

વિજેતાને 11 કરોડ 72 લાખ રૂપિયા મળશે

ભારત અને ન્યૂઝિલેન્ડમાંથી કોઈ એક ટીમ મેચ જીતશે અને કોઈ એક ટીમ મેચ હારશે. આ ઉપરાંત એક સંભાવના મેચ ડ્રો થવાની પણ છે. જો મેચના અંતિમ દિવસે કોઈ નિર્ણય નથી આવતો તો મેચ ડ્રો જશે. આવું થવા પર બંને ટીમને સંયુક્તરૂપે વિજેતા બનાવાશે. ICCએ આપેલા નિવેદન મુજબ, “ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બહુપ્રતીક્ષિત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલના વિજેતાને ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ ગદા સાથે 16 લાખ ડૉલર એટલે કે અંદાજે 11 કરોડ 72 લાખ રૂપિયાથી પુરસ્કૃત કરશે.”

હારનારી ટીમને 8 લાખ ડોલર

આ ઉપરાંત ICCએ કહ્યું છે કે,“ લગભગ બે વર્ષના ગાળામાં રમાનારી આ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારનારી ટીમને નવ ટીમની સ્પર્ધામાંથી બીજા નંબરે રહેવા પર 8 લાખ ડોલર એટલે કે લગભગ 5 કરોડ 86 લાખ રૂપિયા મળશે. આ ટૂર્નામેન્ટથી ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધ્યું છે અને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં પહેલો અધિકારિક વિશ્વ ચેમ્પિયનશીપનો તાજ પહેરવાશે.”

અન્ય ટીમને આટલું ઈનામ મળશે

ICCએ કહ્યું કે નવ પ્રતિસ્પર્ધી દેશોમા ત્રીજા નંબર પર રહેનારી ટીમને 4.5 લાખ ડોલર એટલે કે લગભગ 3 કરોડ 3 લાખ રૂપિયાનો ચેક મળશે જ્યારે ચોથા સ્થાને રહેનારી ટીમ માટે ઈનામની રકમ 3.5 લાખ ડોલર એટલે કે 2 કરોડ 50 લાખ રૂપિયા રહેશે. પાંચમાં નંબરે રહેનારી ટીમને 2 લાખ ડોલર (અંદાજે 1.46 કરોડ રૂપિયા) જ્યારે બાકીની ચારે ટીમને 1-1 લાખ ડૉલર (અંદાજે 73 લાખ રૂપિયા) આપવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પહેલાં આયોજનમાં નવ ટીમે બે વર્ષના સમયગાળામાં ટેસ્ટ મેચ રમી જેનાથી રમતના આ ફોર્મેટનું મહત્વ વધવામાં મદદ મળી.

રેંકિંગમાં હાલ ભારત બીજા સ્થાને

ICCની ટેસસ્ટ રેંકિંગમાં ન્યૂઝિલેન્ડ પહેલાં સ્થાને અને ભારત બીજા સ્થાને છે. બંને ટીમ વચ્ચે રમાનારી ફાઈનલ મેચ રોમાંચક રહેવાની આશા છે. ભારત અને ન્યૂઝિલેન્ડ બંને પાસે સારામાં સારા ફાસ્ટ બોલર્સ છે. ફાઈનલમાં ટ્રેંટ બોલ્ટ, કાઈલ જેમિસન, નીલ વેગનર, મૈટ હેનરી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા જેવા દુનિયાના ટોપ બોલર્સ બોલિંગ કરતાં જોવા મળશે. બીજી તરફ કેન વિલિયમસન, રોસ ટેલર, ડેવોન કોનવે, વિરાટ કોહલી,રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની બેટિંગ ફાઈનલનો રોમાંચ વધારશે.

રેંકિંગમાં હાલ ભારત બીજા સ્થાને

ટીમ ઈન્ડિયા સાઉથેમ્પટનમાં ઈંટ્રા-સ્કવોડ મેચ રમ્યા બાદ ફાઈનલમાં ઉતરશે. બીજી તરફ 22 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ન્યૂઝિલેન્ડનું મનોબળ મક્કમ છે. જો કે, છેલ્લે તો જે મેચ જીતશે તેના શીરે જ તાજ રહેશે. જવાનું રહેશે ફાઈનલમાં બંને ટીમ કેવું પ્રદર્શન કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments