Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના કાકોરીમાંથી UP ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આતંકીઓ 15 ઓગસ્ટ પહેલાં ઉત્તરપ્રદેશમાં વિસ્ફોટ કરવાના હતા.
યૂપી એડીજી પ્રશાતં કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ATSએ અલકાયદાના અંસાર ગજવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા બે આતંકીઓ મિન્હાજ અહમદ અને મસીરૂદ્દીનને ઝડપી લીધા છે. શંકાસ્પદ આતંકીઓ પાસેથી વિસ્ફોટક મળી આવ્યું છે. બંને આતંકીઓનું પાકિસ્તાન સાથે પણ કનેક્શન છે. બંને આતંકી પાકિસ્તાનથી હેન્ડલ થઈ રહ્યા હતા.
એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે, ઉમર હલમંડી નામે હેન્ડલરને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને સંચાલિત કરવા માટે નિર્દેશ આપ્યા છે. ઉમર હલમંડી પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર વિસ્તારમાં આતંકી ગતિવિધીઓને અંજામ આપે છે. ઉમર હલમંડી દ્વારા ભારતમાં આતંકીઓની ભરતી અને તેને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. તેણે કેટલાક જેહાદી પ્રવૃતિના લોકોને પસંદ કરી તેની નિયુક્તિ કરી અલ-કાયદાનું મોડલ ઉભું કર્યું હતું. પ્રમુખ સભ્યોમાં મિન્હાજ, મસીરૂદ્દીન અને શકીલ નામના શખ્સોની સંડોવણી બહાર આવી છે.
15 ઓગસ્ટ પહેલાં કરવાના હતા વિસ્ફોટ
યૂપી એડીજીએ દાવો કર્યો કે, આ લોકો ઉમર હલમંડીના નિર્દેશથી પોતાના અન્ય સાથીઓની મદદથી 15 ઓગસ્ટ પહેલાં ઉત્તરપ્રદેશમાં અલગ-અલગ શહેરમાં આવેલા સ્મારકો અને ભીડવાળી જગ્યાઓ પર વિસ્ફોટ કરવાના હતા. જેના માટે આતંકીઓએ વિસ્ફોટક એકઠો કર્યો હતો. એડીજીએ ત્યાં સુધી કહ્યું કે, આતંકીઓએ માનવ બોમ્બ દ્વારા પણ હુમલો કરવાની યોજના હતી.
લખનઉ, કાનપુરના કેટલાક શખ્સો પણ સામેલ
યૂપી એડીજીએ કહ્યું કે, વિસ્ફોટની યોજના બનાવવામાં સિરાજ અહમદનો દીકરો મિન્હાજ અહમદ અને અમીનુદ્દીનનો દીકરો મસીરૂદ્દીન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા હતા. આ આતંકીઓના ગૃપમાં લખનઉ, કાનપુરના અન્ય કેટલાક શખ્સો પણ સામેલ છે. આ સમગ્ર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા બાદ ઉચ્ચઅધિકારીઓ વધુ સતર્ક બન્યા છે અને અલગ-અલગ ટીમ બનાવી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે કરી હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, UP ATSને બાતમી મળી હતી કે, કાકોરી સ્થિત એક ઘરમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. જે બાદ એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. શંકાસ્પદ આતંકીના પકડાયા બાદ ઉત્તરપ્રદેશના કેટલાય જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત