Homeગામનાં ચોરેવરસાદના પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબી જવાથી માતા અને ચાર સંતાનના મોત

વરસાદના પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબી જવાથી માતા અને ચાર સંતાનના મોત

Team Chabuk-National Desk: ઉત્તર ભારતના અનેક રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મોટી જાનહાનિ પણ થવા પામી છે. બિહારના સમસ્તીપુરમાં એક દર્દનાક ઘટના ઘટી છે. વરસાદના પાણીથી ભરેલા એક ખાડામાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત નિપજ્યા છે. દીકરાને બચાવવા એક બાદ એક માતા સહિત બે બહેન અને એક ભાઈના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક જ પરિવારમાંથી પાંચ લોકોના મોત થઈ જતાં સગા-સ્નેહીજનોમાં માતમ છવાઈ ગયો છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે બિહારના સમસ્તીપુરના મોરકાહી ગામમાં ગોખલી દેવી નામની મહિલા પોતાના ચાર સંતાનો સાથે ખેતી કામ કરી રહી હતી. આ દરમિયાન ચિમની પાસે રોડની બાજુમાં જેસીબી દ્વારા કરાયેલા 15 ફૂટ ઉંડા ખાડામાં વરસાદના કારણે પાણી ભરાયેલું હતું. આ ખાડામાં ગોખલી દેવીનો પુત્ર પગ લપસી જતાં અંદર ગરકાવ થઈ ગયો હતો. દીકરાને ખાડામાં ડૂબતો જોઈને ગોખલી દેવી પણ તેને બચાવવા માટે ખાડામાં ઉતર્યા હતા. પરંતુ ખાડામાં ગોખલી દેવી પણ ડૂબવા લાગી હતી.

માતા અને ભાઈને ખાડામાંથી બચાવવા માટે ગોખલી દેવીની બે દીકરીઓ પણ ખાડામાં ઉતરી હતી અને ત્યારબાદ ગોખલી દેવીનો અન્ય એક પુત્ર પણ ખાડામાં ઉતર્યો હતો. પરંતુ ખાડો ઉંડો હોવાથી કોઈ બહાર આવી શક્યું નહીં. આમ એક જ પરિવારના માતા, બે પુત્ર અને એક પુત્રીનું ખાડામાં ડૂબી જવાથી મૃત્યું નિપજ્યું છે. આ ઘટનાની જાણકારી જ્યારે ગામ લોકોને મળી તો મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાંચેયને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ તમામ લોકોના સદનસીબે મોત નિપજી ચૂક્યા હતા.

સ્થાનિકોએ ગોખલી દેવી અને તેના સંતાનોને બચાવવા માટે હસનપુર પીએચસી પણ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા. મોરકાહી નામના નાનકડા ગામમાં એક સાથે પાંચ લાશ જોતા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકોમાં 37 વર્ષીય ગોખલી દેવી, 16 વર્ષીય કોમલ કુમારી, 12 વર્ષીય દોલત કુમારી, 10 પંકજ કુમાર અને 8 વર્ષીય ગોલુ કુમારનો સમાવેશ થાય છે.

પોલીસને ઘટનાની જાણકારી મળતા મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ દર્દનાક ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને સરકાર તરફથી રાહત ફંડમાંથી ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments