Homeગામનાં ચોરેદીકરી વ્હાલનો દરિયોઃ આ પરિવારની પાંચેય દીકરીઓ બની ઓફિસર

દીકરી વ્હાલનો દરિયોઃ આ પરિવારની પાંચેય દીકરીઓ બની ઓફિસર

Team Chaubk-National Desk: રાજસ્થાનના હનુમાનગઢનની ત્રણ બહેનોએ એક સાથે ઓફિસર બની ગઈ છે. ત્રણે બહેનોએ R.A.S (Rajasthan Administrative Service)ની પરીક્ષા પાસ કરી લીધી છે. આ સફળતા સાથે જ ત્રણે પહેલાંથી જ ઓફિસર બનેલી બે બહેનો સાથે રાજ્યની સેવામાં જોડાઈ ગઈ છે. એટલે કે હવે પરિવારની કુલ પાંચેય દીકરીઓ ઓફિસર બની ગઈ છે. પાંચે દીકરીઓએ માતા-પિતા સાથે ગામનું નામ રોશન કર્યું છે.

ભારતીય વન સેનાના અધિકારી પ્રવીણ કસવાને આ માહિતી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. કસવાને ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે, એક બહું જ સારા સમાચાર છે. અંશુ, રીતુ અને સુમન રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની અધિકારી બની ગઈ છે. ત્રણેએ આજે જ એક સાથે RASની પરીક્ષા પાસ કરી છે.

પ્રવીણ કસવાને લખ્યું છે કે, ત્રણેએ પોતાના માતા-પિતાને ગર્વની આ ક્ષણ આપી છે. આ પાંચ બહેનો છે. જેમાં બે બહેનો રોમા અને મંજૂ પહેલેથી જ RAS ઓફિસર છે. આમ હવે સહદેવ સરહનની પાંચેય દીકરીઓ ઓફિસર બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર આ પાંચેય બહેનોના લોકો મન ભરીને વખાણ કરી રહ્યા છે. રાજસ્થાન પબ્લીક સર્વિસ કમિશન તરફથી મંગળવારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વીસ 2018નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ત્રણે બહેનોની પસંદગી થઈ છે.

આ પરિણામમાં ઝુંઝુનૂની મુફ્તા રાવે ટોપ  કર્યું છે. જ્યારે ટોંકના મહનોહન શર્મા બીજા અને જયપુરની શિવાક્ષી ખંડાલ ત્રીજા નંબરે છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટોપ કરનારા ઉમેદવારોને ટ્વીટ કરીને શુભકામના આપી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે લખ્યું હતું કે, ઝુંઝુનૂની મુફ્તા રાવને RAS પરીક્ષામાં ટોપ કરવા બદલ અભિનંદન. ટોંકના મનમોહન શર્મા અને જયપુરની શિવાક્ષી ખંડાલને પણ શુભકામના. આ ઉપરાંત પરીક્ષામાં પાસ થનારા અન્ય ઉમેદવારોને પણ શુભેચ્છા. આ રાજ્યની સમર્પણ ભાવના સાથે સેવા કરવાની સોનેરી તક છે. મારી તમામને શુભકામના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments