Team Chabuk-Sports Desk: શ્રીલંકાના કોલમ્બો ખાતે આવેલા આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં યજમાન શ્રીલંકા અને પ્રવાસી ભારતીય ટીમ (Sri lanka Vs India) વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતનો શાનદાર વિજય થયો છે. શિખર ધવન (Shikhar Dhawan)ના નોટ આઉટ 86 રન, જ્યારે ઈશાન કિશને (Ishan kidhan) 59 રનની ઈનિંગ રમી પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. બંને સ્ટાર ખેલાડીઓની હાફ સેન્ચુરીની મદદથી ભારતે પ્રથમ વન-ડેમાં યજમાન ટીમને સાત વિકેટથી સજ્જડ પરાજય આપી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે.
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 262 રન બનાવ્યા હતા. જ્યારે જવાબમાં ભારતીય ટીમે માત્ર ત્રણ વિકેટના નુકસાન પર 80 બોલ બાકી હતા, ત્યારે પ્રથમ વન-ડે જીતી લીધી હતી. ભારત તરફથી શિખર ધવને કેપ્ટન ઈનિંગ રમી હતી અને શ્રીલંકાના બોલર્સને પરેશાન કર્યા હતા. ધવને 95 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા. આ ઈનિંગની મદદથી ધવને પોતાના વન-ડે કરિયરની 33મી હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. સાથે જ વનડે ક્રિકેટમાં ઝડપથી છ હજાર રન પૂર્ણ કરવા બાબતે વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો હતો.
ધવન સિવાય વન-ડેમાં ડેબ્યૂ અને બર્થડે બોય એવા ઈશાન કિશને શાનદાર પ્રદર્શન દ્વારા પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ઈશાને 42 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 59 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે વન-ડેમાં ડેબ્યૂ પર બીજી સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારવાનો કિર્તીમાન પણ રચી દીધો છે. વિકેટકિપર બેટ્સમેન એવા ઈશાને 33 બોલમાં હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી.
જોકે આ મેચમાં રિયલ સ્ટાર પૃથ્વી શો રહ્યો હતો, જેની મેન ઓફ ધ મેચના પુરસ્કાર માટે પસંદગી થઈ હતી. શોએ ઝડપથી રમેલી ઈનિંગના કારણે માત્ર 4.5 ઓવરમાં ભારતીય ટીમે 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. પૃથ્વીએ 24 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા.
17મી ઓવરમાં ત્રીજા બોલ પર ધવને બે રન લેતા વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરી લીધા હતા. કુલ 23 રન પૂર્ણ કરતાની સાથે જ ઝડપથી 6 હજાર રન બનાવનાર વિશ્વનો ચોથો ખેલાડી બની ગયો હતો. તેણે 140 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા હાશિમ હમલા 123, વિરાટ કોહલી 136, કેન વિલિયમસન 139 ઈનિંગમાં ઝડપથી 6000 રન પૂર્ણ કરી ચૂક્યા છે. શિખર ધવને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરતા શ્રીલંકા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં 17 ઈનિંગમાં 1000 રન બનાવનાર ખેલાડી બની ચૂક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત