Homeતાપણુંસિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ: કેપ્ટનને ન ગમતા ખેલાડીનાં ખભ્ભા પર પંજાબને જીતાડવાની...

સિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ: કેપ્ટનને ન ગમતા ખેલાડીનાં ખભ્ભા પર પંજાબને જીતાડવાની જવાબદારી

Team Chabuk-Political Desk: કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારના રોજ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવી દીધા છે. તેઓ સુનીલ જાખડની જગ્યા લેશે. અહીં એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સુનીલ જાખડના યોગદાન અને કામગીરીની પાર્ટી સરાહના કરે છે. સોનિયા ગાંધીએ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની આપત્તી છતાં આ નિર્ણય લીધો છે.

સોનિયા ગાંધીએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા સિદ્ધુની સહાયતા માટે ચાર કાર્યકારી અધ્યક્ષની પણ નિમણૂક કરી છે. આ જવાબદારી સંગત સિંહ ગિલજિયાં, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરાને આપવામાં આવી છે. કોંગ્રેસના સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના પ્રભારી નાગરાને તેમની હાલની જવાબદારીથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલાના ગુરૂદ્વાર શ્રી દુખનિવારણ સાહિબમાં માથું ટેકવ્યું હતું. એ પછી સિદ્ધુ પટિયાલા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં પ્રવેશેલા પૂર્વ ક્રિકેટર અને પૂર્વ ભાજપના નેતા સિદ્ધુએ છેલ્લા કેટલાક સમયથી પોતાની હાજરી નોંધવવાની ગતિવિધ વધારી દીધી હતી. તેમણે સમર્થન એકઠું કરવાનો અને ધારાસભ્યો, કદાવર નેતાઓ સાથે વારંવાર મુલાકાત કરી પંજાબના રાજકારણને દોડતું કરી દીધું હતું. હાલ પાર્ટીએ અમરિંદર સિંહના વિરોધને ધ્યાનમાં ન લેતા સિદ્ધુના સમર્થનનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

પાર્ટી નેતૃત્વને લાગે છે કે સિદ્ધુ નવી ઉર્જા અને ઉત્સાહની સાથે પાર્ટીના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી શકે છે અને આગામી વર્ષે શરૂ થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતને સુનિશ્ચિત કરી શકે છે. હાલ કોંગ્રેસ પાર્ટીને લાગી રહ્યું છે કે પંજાબમાં છેલ્લા ચાર વર્ષથી સુસ્ત રહેલા કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર કરવો જરૂરી છે. જે જવાબદારી સિદ્ધુના માથે છે. સિદ્ધુનો પાર્ટી પ્રચાર અને ભીડ એકઠી કરવાની ક્ષમતાએ કોંગ્રેસને ભૂતકાળમાં જીત અપાવી છે.

સિદ્ધુના માથે હવે પાર્ટીના નેતાઓને એકજૂટ કરવાની, જૂના અને નવા નેતાઓને એકત્રિત કરવાની, તેમનામાં વિશ્વાસ સંપાદિત કરવાની પ્રથામિકતા રહેશે. હાલ સિદ્ધુએ પાર્ટી અધ્યક્ષની કમાન સંભાળીને ધગધગતો તવીથો હાથમાં લઈ લીધો છે, કારણ કે પાર્ટીનો વિશ્વાસ જીતવામાં સિદ્ધુ નિષ્ફળ રહે છે તો સામે અકાલી દળ, આપ અને બસપા છે, જે કોંગ્રેસનાં દાંત ખાટા કરી શકે છે.

પાર્ટીના પંજાબના પ્રભારી એવા કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવતે સિદ્ધુ અને અન્ય ચાર કાર્યકારી અધ્યક્ષોને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે પંજાબમાં નવી ટીમને મંજૂરી આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ આભાર માન્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments