Team Chabuk-International Desk: લગ્ન એક એવો ઉત્સવ છે જેના દ્વારા બે પરિવાર એક બીજા સાથે જાડાય છે. દરેક રાજ્ય અને દેશોમાં લગ્નમાં અલગ-અલગ પરંપરા હોય છે. દરેક ધર્મના પણ પોતાના અલગ રીત-રિવાજ હોય છે જે મુજબ તેઓ અનુસરે છે. આ અંગે મોટા ભાગના લોકોને જાણ છે જો કે, કહેવાય છે કે વિવિધતાઓથી ભરેલી આ દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જેને જાણીને આપણે આશ્ચર્યમાં મુકાઈ જતાં હોય છે. આમ, તો ભારત જ વિભિન્નતાઓથી ભરપૂર દેશ છે. અહીં અલગ-અલગ પ્રાંતમાં થનારા લગ્નમાં અલગ અલગ રિવાજો જોવા મળી જાય છે. જો કે, આજે જે દેશના રિત-રિવાજોની વાત કરવાના છે તે ભારત કરતાં બિલકુલ અલગ છે.
ભારતમાં કોઈ પણ સમાજના લગ્નમાં મોટા ભાગે પીઠીની પરંપરા છે. ભારતમાં હળદરને બહું શુભ માનવામાં આવે છે. લગ્ન પહેલાં વર-વધૂના ચહેરા પર ચમક લાવવા માટે હળદર અને ચંદન લગાવવામાં આવે છે. જો કે, તમને કહેવામાં આવે કે, લગ્ન પહેલાં તમારી પર સડેલા ઈંડા અને સડેલા ટામેટા ફેંકવામાં આવશે તો કદાચ તમને આશ્ચર્ય થાય. જો કે, દુનિયામાં એક દેશ એવો છે જ્યાં વર અને વધૂ પર હળદર-ચંદન નહીં પરંતુ સડેલા ટામેટા, સડેલા ઈંડા અને દુર્ગંધ મારતી માછલીઓ ફેંકવામાં આવે છે. આ દેશનું નામ છે સ્કોટલેન્ડ.
સ્કોટલેન્ડમાં આ આશ્ચર્યજનક પરંપરા છે. અહીં લગ્ન પહેલાં વર-વધૂને એક વૃક્ષ સાથે બાંધી દેવામાં આવે છે ત્યારબાદ તેના પર ચોકલેટ સીરપ, દૂધ, લોટ, સડેલાં ઈંડા, સડેલાં ટામેટા વગેરે જેવી સડેલી વસ્તુઓ નાખવામાં આવે છે.
આ પરંપરા નિભાવવા પાછળ લોકોની માન્યતા છે કે, આનાથી ભવિષ્યમાં વર-વધૂ પર પડનારી ખરાબ શક્તિઓથી બચી શકાય. જો લગ્ન પહેલાં તેઓ આ તમામ વસ્તુઓનો સામનો કરી લે તો તેઓ આગામી સમયમાં આવનારા પડકારોનો સામનો પણ સરળતાથી કરી લેશે. જો કે, સમગ્ર સ્કોટલેન્ડમાં આ રિવાજ નથી મનાવાતો. સ્કોટલેન્ડના કેટલાક પ્રાંતમાં જ આ પરંપરાને નિભાવવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત