Team Chabuk-National Desk: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ફરી એકવાર હ્રદયને હચમચાવી નાખતો કિસ્સો બન્યો. રાજસ્થાનના ભીલવાડામાં સાસરિયા પક્ષ પર એક યુવતીને ઝેર પીવડાવી મારી નાખવાનો આરોપ લાગ્યો છે. યુવતીએ મરતાં પહેલાં હોસ્પિટલના બિછાનેથી એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. વીડિયોમાં યુવતી તેના સાસરિયા પક્ષ પર ગંભીર આરોપ લગાવી રહી છે. યુવતીનું કહેવું છે કે, દહેજ માટે તેની સાથે મારપીટ કરાઈ. અંદાજે દોઢ મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા.
26 એપ્રિલે ભીલવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ભૈરૂ લાલની પુત્રી પ્રિયાના લગ્ન વિક્રમ નામના યુવક સાથે થયા. આરોપ છે કે, લગ્નના બે-ચાર દિવસ બાદ જ પ્રિયા પાસે સાસુએ દહેજની માગણી શરૂ કરી દીધી હતી. તે આ મુદ્દે વારંવાર તે પ્રિયાને મેણા-ટોણા મારતી હતી એટલું જ નહીં ત્યારબાદ તેની સાથે મારપીટ પણ થવા લાગી.થોડા દિવસ પહેલાં પ્રિયાને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેને હોસ્પિટલ લઈ જવી પડી. હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી વખતે પ્રિયાએ એક વીડિયો બનાવ્યો છે.
આ વીડિયોમાં તેણે પોતાના પર થતાં અત્યાચાર વિશે વાત કરી છે. વીડિયો બનાવીને પ્રિયાએ સાસરિયા પક્ષની સમગ્ર પોલ ખોલી દીધી. પ્રિયાએ વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે, એકવાર પ્રિયાને સાસરિયા પક્ષના લોકો જંગલમાં લઈ ગયા હતા. જંગલમાં પ્રિયાના કપડાં ઉતારી નાખ્યા અને તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચું નાખવાની કોશિશ કરી હતી. પ્રિયાએ કહ્યું કે, એવું થઈ શક્યું ન હતું તે જંગલમાંથી જેમ-તેમ કરીને ભાગી નીકળી હતી.પ્રિયાએ આરોપ લગાવ્યો કે, મારા સાસરિયા પક્ષે મારી ઉપર બેસીને મને માર માર્યો, તેઓ મારી પાસે 6 લાખ રૂપિયા માગી રહ્યા છે પરંતુ મારી પાસે આપવા માટે 6 હજાર રૂપિયા પણ નથી. સાસુ અને મારા સાસરિયા પક્ષે મને બળજબરીપૂર્વક ઝેર પીવડાવી દીધું. આઈ એમ સોરી. !
પ્રિયાના પિતાનું કહેવું છે કે, તેણે સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, ફ્રિજ, કૂલર, કબાટ, ડબલ બેડ અને વાસણ ઉપરાંત અન્ય સામાન આપ્યો હતો. જો કે, પ્રિયાની સાસુ મારી પાસે 6 લાખ રૂપિયા માગવા લાગી. તે કહેવા લાગી કે 6 લાખ રૂપિયા આપો અને દીકરીનું ઘર વસાવો. જ્યારે મે મનાઈ કરી તો તેમણે પ્રિયા સાથે મારપીટ શરૂ કરી દીધી. હું તેના સાસરિયામાં ગયો, વાત કરી પરંતુ તેઓ ન માન્યા.બીજી તરફ ભીલવાડ એસપી વિકાસ શર્માએ કહ્યું કે, આ ઘટના અમારા ધ્યાનમાં આવી છે. આ મુદ્દે કેસ નોંધાયો છે અને તપાસ શરૂ છે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત