Homeગામનાં ચોરેનાના ભાઈને ગન પોઈન્ટ પર રાખી સગીરા પર સામુહિક બળાત્કારનો આરોપ

નાના ભાઈને ગન પોઈન્ટ પર રાખી સગીરા પર સામુહિક બળાત્કારનો આરોપ

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના જનપદ મુઝફ્ફરનગરમાં માસૂમ ભાઈને ગન પોઈન્ટ પર રાખીને સગીરા સાથે ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ દરમિયાન આરોપીઓએ ઘટનાનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી પીડિતાને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી પણ આપી હતી. આરોપીઓએ પીડિતાને કહ્યું હતું કે તે મોઢું ખોલ્યું તો તેઓ વીડિયો વાયરલ કરી દેશે.

ફરિયાદ મળતાં જ પોલીસે  આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતાની મેડિકલ તપાસની કામગીરી હાથ ધરી છે. ફુગાના પોલીસ સ્ટેશન વિસ્તારનો આ કિસ્સો છે. અહીં 23 જુલાઈએ ફુગાનામાં જ રહેતી એક સગીરાના ભાઈને મોડી રાત્રે ગન પોઈન્ટ પર રાખી 15 વર્ષીય સગીરા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો. આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હોવાનો પીડિતાએ દાવો કરાયો છે. પીડિતાએ પોલીસને કહ્યું કે, આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે.

પીડિતાએ કહ્યું કે, 23 જુલાઈએ તે અને તેનો ભાઈ ઘરે એકલા હતાં. આ દરમિયાન પાડોશમાં જ રહેતાં ચાર શખ્સો તેના ઘરમાં ઘૂસી ગયા હતા. તેની પાસે ગન હતી. તેણે નાનાભાઈ પર ગનનો નિશાનો તાક્યો અને સગીરા સાથે બળજબરી કરી. જ્યારે સગીરાએ વિરોધ કર્યો તો આરોપીએ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ જોઈને પીડિતા ગભરાઈ ગઈ અને ગન સાથે ઘૂસી આવેલા શખ્સોને તાબે થઈ ગઈ. આ બાદ ચારેય હવસખોરોએ એક બાદ એક પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહીં આરોપીઓએ મોબાઈલમાં સગીરાનો બીભત્સ વીડિયો પણ બનાવ્યો અને ધમકી આપી કે તે કોઈને જાણ કરી તો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરી દઈશું. ત્યારબાદ આરોપી સગીરાના ઘરેથી નીકળી ગયા હતા.

બીજી તરફ જ્યારે સગીરાના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે તેણે તેમને સમગ્ર ઘટનાની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ સગીરાનો પરિવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments