Team Chabuk-National Desk: આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. કારગિલનું યુદ્ધ મે 1999થી જુલાઈ 1999 સુધી લગભગ 60 દિવસ ચાલ્યું હતું. 26 જુલાઈએ ભારતની જીત સાથે આ યુદ્ધનો અંત આવ્યો હતો. આ યુદ્ધનું કોડ નામ ઓપરેશન વિજય રાખવામાં આવ્યું હતું. ઓપરેશનમાં ભારતીય સેનાના 527 જાંબાઝ જવાનો શહીદ થયા હતા જ્યારે 1 હજાર 467 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ જવાનોમાં એક હતા શહીદ કેપ્ટન હનીફ. જેઓ હથિયાર વગર પણ છેલ્લા શ્વાસ સુધી દેશ માટે લડ્યા હતા અને દેશ માટે બલિદાન આપ્યું હતું.
બાળપણમાં જ મળ્યો હતો મિસ્ટર શિવાજીનો ખિતાબ
પૂર્વી દિલ્લીના મયૂર વિહારના હનીફ બાળપણથી જ હોશિયાર હતા. તેઓ જ્યારે 7 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું. જો કે, માતા હેમા અજીજે ક્યારે પણ હનીફને પિતાની કમીનો અનુભવ થવા દીધો નથી. દિલ્લીના શિવાજી કોલેજમાં અભ્યાસ દરમિયાન પોતાની બહુગામી પ્રતિભાના કારણે મિસ્ટર શિવાજીનો ખિતાબ મેળવી લીધો હતો. 7 જૂન 1997માં ભારતીય સેનામાં કમીશન મેળવી લીધુ અને તેના બરાબર 2 વર્ષ બાદ 7 જૂન 1999માં કારગિલના તુરતુક સેક્ટરમાં વીર શિવાજી જેમ જ દુશ્મનો સામે લડતા-લડતાં વિરગતિને પ્રાપ્ત થયા.
સૈનિક ન હોત તો સંગીતકાર હોત
શહીદ કેપ્ટન હનીફના નાના ભાઈ અને વ્યવસાયે શિક્ષક નફીસ કારગિલના યુદ્ધને યાદ કરીને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. નફીસે કહ્યું કે, હનીફ બહુ જોશીલો અને સરળ સ્વભાવનો વ્યક્તિ હતો. જો તે સેનામાં ન હોત તો તે સંગીતકાર હોત. મા હેમા અજીત હિન્દુસ્તાની ક્લાસિક સિંગર હતા. તેમની વારસાગત અસર હનીફ પર પણ પડી હતી. રાજપૂતાના રાઈફલમાં તૈનાત થયા તે દરમિયાન તેમણે એક જૉજ બેન્ડ બનાવી હતી. કારગિલની વિરાન વાદીઓમાં તેઓ પોતાના સાથી સિપાહીઓને સંગીત સંભળાવતા હતા.
તુરતુક સેક્ટરનું નામ હનીફુદ્દીન સબ સેક્ટર રખાયું
નફીસે કહ્યું કે, નાની સ્વતંત્રતા સેનાની હતા. હનીફ નાનીથી બહુત પ્રભાવિત હતો અને વીરગતિ પ્રાપ્ત કરતાં પહેલાં તે સતત નાનીને ચીઠ્ઠીઓ લખીને મોકલતા હતા અને કારગિલની ગતિવિધીઓ વિશે જાણ કરતા રહેતાં હતા. કારગિલ યુદ્ધ દરમિયાન બરફની ચાદરથી ઢંકાયેલી કારગિલની ચોટીઓ તેઓ હથિયાર પુરા થઈ જવા છતાં આગળ વધતા રહ્યા હતા. તેમણે અંતિમ શ્વાસ સુધી દુશ્મનો સાથે મુકાબલો કર્યો. કારગીલ યુદ્ધ જીત્યા બાદ ભારતીય સેનાએ કારગીલના તુરતુક સેક્ટરનું નામ હનીફુદ્દીન સબ સેક્ટર રાખી દીધુ છે.
શહીદ કેપ્ટન હનીફુદ્દીનની સ્મૃતિમાં પૂર્વી દિલ્લીમાં મયૂર વિહાર ફેઝ-1માં રસ્તો અને સ્કૂલનું નિર્માણ તેમના નામે કરવામાં આવ્યું છે. નફીસે કહ્યું કે, તેમણે કપ્ટન હનીફુદ્દીનના નામે વર્ષ 2000માં કુલ્લૂમાં ગરીબ બાળકો માટે એક વિદ્યાલય શરૂ કરી છે.
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત