Homeગામનાં ચોરેSBIનો કોઈ પણ કર્મચારી ગ્રાહક સાથે ગેરવર્તન કરશે તો આ સરળ રીતે...

SBIનો કોઈ પણ કર્મચારી ગ્રાહક સાથે ગેરવર્તન કરશે તો આ સરળ રીતે થઈ શકશે ફરિયાદ

Team Chabuk-National Desk: ગ્રાહકોને બેંકના કર્મચારીઓ તરફથી કેટલીક વાર ગેરવર્તનનો સામનો કરવો પડતો હોય છે. જો કે, ગ્રાહકો કામ કઢાવવા માટે વિવાદને વધારતા નથી એ પણ હકીકત છે. પરંતુ હવે બેંકના કર્મચારીઓનું ગેરવર્તન સતંદર બંધ કરવાનું SBIએ વિચારી લીધું છે. SBIએ ગ્રહકોને એક ખાસ સેવાની જાણકારી આપી છે. જે મુજબ જો SBIની કોઈ પણ શાખામાં કર્મચારી ગ્રાહક સાથે ગેરવર્તન કરશે તો ગ્રાહક તેની ફરિયાદ ઉચ્ચકક્ષા સુધી કરી શકશે.

ફરિયાદની ત્રણ રીત

SBIએ ગ્રાહકોને ફરિયાદ કરવાની ત્રણ રીત જણાવી છે. કર્મચારીઓની ફરિયાદ માટે તમારે ક્યાંય જવાનું પણ નથી. તમે ઘરબેઠા જ આ કામ કરી શકો છો. બેંકે વેબસાઈટ, ઈ-મેલ અને ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. જેના પર ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકશે.

આ લિંક પરથી નોંધાવી શકશો ફરિયાદ

જો કોઈ ગ્રાહક કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માગે છે તો, તેને (https://crcf.sbi.co.in/ccf/)  આ લિંક પર જઈ Existing customers/General Banking/Branch Related કેટેગરીમાં ફરિયાદ નોંધાવાની રહેશે. SBIએ દાવો કર્યો છે કે, ફરિયાદ સંબંધિત ટીમ તેના પર કાર્યવાહી કરશે.

ટોલ ફ્રી નંબર

ગ્રાહકોની ફરિયાદ લેવા માટે SBIએ એક ટોલ ફ્રી નંબર1800-11-2211, 1800-425-3800 અને 080-26599990 પણ જાહેર કર્યા છે. આ નંબર પર કોલ કરીને ગ્રહક ફરિયાદ નોંધાવી શકશે. સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી આ નંબર ચાલુ રહેશે.

ઈ-મેલ આઈડી

આ ઉપરાંત SBIએ એક ઈ-મેલ આઈડી [email protected] જાહેર કર્યું છે. જેના પર પણ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

30 સપ્ટેમ્બર સુધી આ કામ કરાવી લેવું

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રહકોને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. SBIએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે, તેઓ જલદી પોતાના બેંક સાથે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવી લે. પાનકાર્ડ અને આધારકાર્ડને ખાતા સાથે લિંક કરાવવા માટે બેંકે ગ્રાહકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો ગ્રાહક 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નથી કરતો તો તેની બેંક સેવા બંધ થઈ શકે છે.

SBIએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. SBIએ ટ્વીટ કરીને કહ્યું છે કે, જો પાનકાર્ડ અને આધારકાર્ડને ખાતા સાથે લિંક નહીં કરાવામાં આવે તો ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી પડી શકે છે. સાથે જ ચાલુ તમામ સેવાઓ પણ પ્રભાવિત થશે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments