Team Chabuk-Sports Desk: ટેન્ટ્ર બ્રિઝ મેદાનમાં ઈંગ્લેન્ડની ટીમ ઘર આંગણે જ 183 રનમાં સમેટાઈ જતાં, ટેસ્ટ મેચનો પહેલો દિવસ યજમાન ટીમ માટે નીરસ ભર્યો રહ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતમાં એક પણ વિકેટના નુકસાન વિના 21 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને કે.એલ.રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી અને સાતત્યપૂર્ણ બેટીંગનો નમૂનો દર્શાવ્યો હતો. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતા રોહિત અને રાહુલ ક્રિઝ પર 9-9 રન સાથે અણનમ હતા.
પ્રથમ ઈનિંગમાં બોલર્સના શાનદાર પ્રદર્શનના સહારે ભારતીય ટીમ યજમાન ઈંગ્લેન્ડને મોટો સ્કોર બનાવતા રોકી શકી હતી. ઈંગ્લેન્ડની ટીમ 183માં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક રન જો રુટે બનાવ્યા હતા. જેણે 64 રનની ઈનિંગ રમી હતી. બીજી બાજુ ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેને ખાતુ ખોલાવ્યા વિના જ પવેલિયનની વાટ પકડી હતી.
ભારત તરફથી બોલર તરીકે બુમરાહનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. બુમરાહે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી. સામે મોહમ્મદ શમીએ બુમરાહનો સાથ નિભાવતા ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનને પવેલિયન મોકલ્યા હતા. શાર્દુલ ઠાકુરે બે જ્યારે મોહમ્મદ સિરાઝે એક વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનનું પ્રદર્શન ગલી ક્રિકેટ સમકક્ષ બની ગયું હતું.
આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે બુમરાહે મેચની પ્રથમ ઓવરની પાંચમી બોલમાં જ હીરોરી બર્ન્સને ઝીરો પર આઉટ કરી યજમાન ટીમને ઝટકો આપી દીધો હતો. એ બાદ ડોમિનિક સિબ્લે અને જેક ક્રાવ્લીની વચ્ચે બીજી વિકેટ માટે 42 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે સિરાઝે ક્રાવ્લીને આઉટ કરી ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. ક્રાવ્લીએ 68 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા.
લંચ બ્રેક બાદ સિબ્લે 70 બોલમાં બે ચોગ્ગાઓની મદદથી 18 રન બનાવી આઉટ થયો હતો. રુટે અને જ્હોની બેયરસ્ટો વચ્ચે ઈનિંગની શરૂઆત થઈ હતી. બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે 72 રન જોડ્યા હતા. મોહમ્મદ શમીએ બેયરસ્ટોને આઉટ કરી ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. બેયરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાઓનાં સહારે 29 રન બનાવ્યા હતા. જોકે લંચ બાદ ઈંગ્લેન્ડની ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી અને એક બાદ એક બેટ્સમેને પવેલિયનની દિશા પકડી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત