Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) ભારતીય પુરુષ હોકી ટીમે (Indian Mens Hockey Team) ઈતિહાસ રચી દીધો છે. ભારતીય પુરુષ હોકી ટીમે 4 દશકથી મેડલની જે આશા હતી તેને પરિપૂર્ણ કરી છે. ભારતીય પુરુષ હોકી ટીમે આજે ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીતી (Win Bronze Medal) લીધો છે. ભારતીય ટીમે હરીફ જર્મનીની ટીમને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. સિમરનજીત સિંહે બે ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમની શરૂઆત આ મેચમાં થોડી ખરાબ રીતે થઈ હતી પરંતુ બાદમાં સતત ગોલ ફટકારીને ભારતીય ટીમે કમબેક કર્યું હતું.
હરીફ ટીમ જર્મનીએ પણ શાનદાર રમત પ્રદર્શિત કરી હતી. જર્મનીએ પણ શરૂઆતમાં બે ગોલ ફટકાર્યા હતા જેથી ભારતીય ટીમ પર દબાણ વધ્યું હતું. પરંતુ ભારતીય ટીમે જબરદસ્ત કમબેક કરીને માત્ર બે મિનિટમાં મેચમાં 5-4થી આગળ નીકળી ગયું હતું. જર્મનીની ટીમે મેચની પ્રથમ મિનિટમાં જ પ્રથમ ગોલ ફટકાર્યો હતો. જર્મની તરફથી Timur Oruzએ પ્રથમ ગોલ ફટકાર્યો હતો. જેથી જર્મનીની ટીમ 1-0થી આગળ થઈ હતી. ભારતીય ટીમ પાસે વળતો જવાબ આપવાનો ચાન્સ હતો પરંતુ ભારતીય ટીમ આ મોકો ચુકી ગઈ હતી. ભારતને પાંચમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ રુપિન્દર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
પ્રથમ ક્વાર્ટરમાં જર્મનીની ટીમ ભારતીય ટીમ પર દબાવ બનાવવામાં સફળ રહી હતી. પ્રથમ ક્વાર્ટરમાં જર્મનીની ટીમ ખૂબ જ આક્રમક રીતે રમી. પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થવાની એક મિનિટ પહેલા જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તે ગોલમાં પરિવર્તિત ન થઈ શક્યો. ભારતીય ગોલકીપર શ્રીજેશે બે ગોલ બચાવ્યા. બીજા ક્વાર્ટરમાં ભારતે મેચમાં શાનદાર વાપસી કરી. ભારતના સિમરનજીત સિંહે ભારતના ખાતામાં ગોલ અપાવ્યો.
મેચમાં એક સમય એવો પણ આવ્યો કે જર્મનીની ટીમ 3-1થી આગળ નીકળી ગઈ. ભારત પર સતત દબાણ વધવા લાગ્યું. પરંતુ પછી ભારતીય ટીમે જે ઝૂનુનથી મેચમાં કમબેક કર્યું કે જર્મનીની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ. ગોલકીપર શ્રીજેશે પણ જર્મનીને ગોલ કરવામાં રોકી રાખી. ઘણા પેનલ્ટી સ્ટ્રોક પણ રોક્યા. સિમરનજીત સિંહે બે ગોલ ફટકારતા ભારતીય ટીમની મેચમાં શાનદાર વાપસી થઈ.
ભારત તરફથી પ્રથમ ગોલ સિમરનજીત સિંહે કર્યો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સિમરનજીત સિંહનો બીજો ગોલ હતો. બીજો ગોલ હાર્દિક સિંહે કર્યો. ત્રીજો ગોલ ફરીથી સિમરનજીત સિંહે ફટકાર્યો. ચોથો ગોલ રુપિન્દર પાલ સિંહે ફટકાર્યો અને ભારત 4-3થી આગળ થઈ ગયું અને છેલ્લો અને પાંચમો ગોલ સિમરનજીત સિંહે કર્યો જેથી ભારતીય ટીમ જર્મનીથી 5-4થી આગળ નીકળી ગઈ. આ અંક મેચના અંત સુધી રહેતા ભારતીય ટીમ વિજેતા બની.
मैडल का रंग मेहनत से बनता है, और यहाँ तो खून, पसीना, मेहनत सब थी| 🥉
— Hockey India (@TheHockeyIndia) August 5, 2021
What a fabulous achievement by this special 𝐓𝐄𝐀𝐌! 👏#HaiTayyar #IndiaKaGame #Tokyo2020 #TeamIndia #TokyoTogether #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/OKObb7P0U9
ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના ખાતામાં 41 વર્ષ બાદ ફિલ્ડ હોકીમાં મેડલ અપાવ્યો છે. ભારતને છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આખરે 41 વર્ષ બાદ ભારતને હોકીમાં ફરીથી મેડલ મળતાં મેડલની ઘટ હતી તે પૂર્ણ થઈ છે. બ્રોન્ઝ મેડલની વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમને છેલ્લે 1972ના ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત