Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુવારનો દિવસ ભારત માટે શુભ રહ્યો છે. હોકીમાં ભારતીય પુરુષ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય કુશ્તીબાજ રવિ કુમાર દહિયાએ (Ravi Kumar Dahiya) ફાઈનલ મુકાબલામાં રશિયાના કુશ્તીબાજ ઝાવુર યુગુએવ સામે હારતા રવિ કુમાર દહિયાને સિલ્વર મેડલથી (Silver Medal) સંતોષ માનવો પડ્યો છે. રવિ કુમાર દહિયા કુશ્તીમાં ભારત માટે વ્યક્તિગત સિલ્વર મેડલ જીતનાર બીજો ભારતીય કુશ્તીબાજ બની ગયો છે. આ પહેલા સુશીલ કુમારે કુશ્તીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
#Tokyo2020 | #wrestling
— Dept of Sports MYAS (@IndiaSports) August 5, 2021
Silver for India at #TokyoOlympics 🥈
Wrestler #RaviDahiya brings Silver Medal for #TeamIndia after losing to ROC's Zavur Uguev in the finals of the 57kg men's freestyle wrestling.
A great performance Ravi. India is super proud of you. 🇮🇳👏👏 pic.twitter.com/jFBct46qZ5
રવિ કુમાર દહિયા માટે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમથી ઓલિમ્પિક સુધીની આ સફર આસાન ન હતી. રવિ કુમાર દહિયાને અહીંયા સુધી પહોંચાડવામાં તેના પિતાએ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરી છે. રવિ કુમાર દહિયાનો જન્મ 1997માં હરિયાણાના સોનીપત જિલ્લાના નહરી ગામમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. પરંતુ તેમની પાસે પોતાની જમીન ન હતી. બીજાની જમીન પર તેઓ ખેતીકામ કરતાં હતા. 10 વર્ષની ઉંમરે જ રવિ કુમાર દહિયાએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુશ્તીની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. રવિ કુમાર દહિયાએ 1982ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સતપાલ સિંહ પાસેથી તાલીમ મેળવી હતી.
રવિ કુમાર દહિયાના પિતા રાકેશ દહિયા ઈચ્છતા હતા કે તેમનો દીકરો કુશ્તીબાજ બને. આર્થિક તંગી હોવા છતાં તેમણે રવિની તાલીમમાં કોઈ કચાશ ન રાખી. રાકેશ દહિયા પોતાના ગામથી છત્રસાલ સ્ટેડિયમ સુધીની 40 કિલોમીટરની સફર કરીને દરરોજ રવિ સુધી દૂધ અને ફળ પહોંચાડતા હતા. દીકરાને કોઈ પણ વસ્તુની અછત ન વર્તાય તે માટે પિતા દિવસ-રાત મહેનત કરતાં રહ્યા. તેમના પિતા એટલું કામ કરતાં કે 2019માં રવિની વર્લ્ડ ચેમ્પિયનશીપની મેચ પણ જોઈ શક્યા ન હતા. આ ઈવેન્ટમાં રવિ કુમાર દહિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રવિ કુમાર દહિયાએ વર્ષ 2015માં જૂનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 55 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો. ત્યારબાદ 2017માં સિનિયર નેશનલ્સમાં ઈજા થતાં થોડા સમય માટે રમતથી દૂર રહેવું પડ્યું. રવિ કુમાર દહિયાને સ્વસ્થ થતાં એક વર્ષ જેટલો સમય લાગી ગયો. પરંતુ ત્યારબાદ કમબેક કરતાં રવિએ બુખારેસ્ટમાં 2018 વર્લ્ડ અંડર 23 રેસલિંગ ચેમ્પિયનશીપમાં 57 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો.
વર્ષ 2019માં પણ વર્લ્ડ ચેમ્પિયનશીપની સિલેક્શન ટ્રાયલમાં અનુભવી રેસલર ઉત્કર્ષ કાલે અને ઓલિમ્પિયન સંદીપ તોમરને હરાવ્યા. 2020ના વર્ષમાં પણ રવિ કુમાર દહિયાએ શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા માર્ચ-2020માં દિલ્હીમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે રવિ કુમાર દહિયાનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન પણ આજે પૂર્ણ થયું છે. ફાઈનલ સુધીની સફર પણ રવિ કુમાર દહિયાએ શાનદાર રીતે પસાર કરી. પરંતુ અંતે ફાઈનલમાં હાર મળતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત