Homeગામનાં ચોરેઉછળી ઉછળીને ડ્રાઈવરને લાફા ઝીંકનારી યુવતીનો ખુલાસો, કહી દીધી આ ચોંકાવનારી વાત

ઉછળી ઉછળીને ડ્રાઈવરને લાફા ઝીંકનારી યુવતીનો ખુલાસો, કહી દીધી આ ચોંકાવનારી વાત

Team Chabuk-National Desk: ઉછળી ઉછળીને ડ્રાઈવરની ધોલાઈ કરનારી યુવતીએ હવે લૂલો બચાવ કર્યો છે. યુવતીએ દાવો કર્યો છે કે, “જ્યારે તે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે ગાડી સિગ્નલ તોડીને તેના પગને અડી ગઈ હતી. સાથે જ યુવતીએ આરોપ લગાવ્યો કે, પોલીસે તેને એટલે કે કાર ચાલકને રોક્યો પણ નહીં.” યુવતીએ આગળ કહ્યું કે, “હું પણ ગભરાઈ ગઈ હતી, કે કદાચ કાર મારા પર ચઢી જશે અને એટલા માટે મે તેની ધોલાઈ કરી. કારણ કે હું જો મે તેને અટકાવ્યો ન હોત તો તે કદાચ મને મારી નાખત”

યુવતીએ દાવો કર્યો છે કે, તેની માનસિક હાલત સ્થિર નથી જેના કારણે તેને રોજ ચાલવા જવું પડે છે. 30 જુલાઈની રાત્રે પણ તે ચાલવા નીકળી હતી અને કાર ડ્રાઈવરે સિગ્નલ તોડી કાર આગળ લાવી  દીધી હતી. તેણે કહ્યું કે આ વાતનો ગુસ્સો આવતા મે તેને ગાડીમાંથી ઊતારીને તેની ધોલાઈ કરી નાખી

યુવતીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાના અંગે જ ખુલાસો આપતા કહ્યું છે કે, સ્મોક એન્ડ ડ્રાઈવ, બધા મને જ દોષ આપે છે. મેં એને કેમ માર્યો. પરંતુ મારી સ્ટોરી કોઈ સાંભળવા નથી માગતું. સિંગ્નલ રેડ હતું અને હું રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે આ ગંજેડી ડ્રાઈવરે મને ટક્કર મારી હતી. ભગવાનની દયાથી હું બચી ગઈ. તે તેની ભૂલ સ્વીકારી રહ્યો ન હતો અને મારી સાથે જીભાજોડી કરી રહ્યો હતો એટલા માટે મેં તેને માર્યો. જો કોઈને લાગે છે કે મે કાયદો હાથમાં લીધો છે તો તેના માટે હું માફી માગુ છું પરંતુ ચૂપ રહેવા કરતાં હું આ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને જવાબ આપવામાં માનું છું. છેલ્લે યુવતીએ લખ્યું છે કે, મરવા કરતા અને કેન્ડલમાર્ચ કાઢવા કરતાં તો આ સારું જ છે.

શું છે મામલો ?

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર લખનઉનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવતી એક કેબ ડ્રાઈવરને એક પછી એક એમ 22 લાફા ઝીંકી દે છે. આ દરમિયાન આજુબાજુમાં ઉભેલા લોકો તમાશો જોતા રહે છે. એટલું જ નહીં જ્યારે યુવતી આ ડ્રાઈવરની ધોલાઈ કરી રહી હતી ત્યારે ત્યાં પોલીસ પણ હાજર હતી. જોકે, નાગરિકોની જેમ પોલીસે પણ મૂકપ્રેક્ષક બની તમાશો જોયો હતો. આ બાદ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. બીજી તરફ વિરોધ થયા બાદ પોલીસે યુવતી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments