Homeગુર્જર નગરીગુજરાતના આ 19 પોલીસ કર્મચારી અને અધિકારી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થશે

ગુજરાતના આ 19 પોલીસ કર્મચારી અને અધિકારી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થશે

Team Chabuk-Gujarat Desk: કોરોના હોય કે કોઈપણ વિષમ પરિસ્થિતિ ગુજરાત પોલીસના જવાનો ખંતથી કામ કરી રહ્યા છે. આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે. ત્યારે આ અવસરે પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ અને સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવનાર છે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે. 

ગુજરાતના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે. હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આ ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે. 

સન્માનિત થનારા પોલીસ કર્મચારી અને અધિકારીના નામ

નામહોદ્દો
હરપાલસિંહ રાઠોડDySP, હાલોલ
પ્રેમજીભાઈ પરમારASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
દુર્ગેશભાઈ પટેલDySP, SRPF ભરૂચ
અરજણભાઈ બારડDySP, SRPF  રાજકોટ
અનિલ કુમાર પટેલDySP, SRPF સુરત
દશરથસિંહ ગોહિલDySP, IB ગાંધીનગર
હર્ષકુમાર ચૌધરીDySP, SRPF અમદાવાદ
જ્યોતિન્દ્રગીરી ગોસ્વામીPI, ગાંધીનગર
બકુલભાઈ ગુંદાનીDySP, ગાંધીનગર
પ્રવીણભાઈ ચૌધરીDySP, બનાસકાંઠા
રાજેન્દ્રસિંહ સિસોદીયાASI, ગોધરા
રમેશચંદ્ર વાઘેલાહેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
જગદીશભાઈ દવેહેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
મનીષ કુમાર પટેલહેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
જિતેન્દ્રકુમાર પટેલહેડ કોન્સ્ટેબલ, સુરત
નરેન્દ્ર કુમાર ગોંડલિયાASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર
પ્રવીણભાઈ વણઝારાPSI, અમદાવાદ ATS
મહોમ્મદ રફીક ચૌહાણASI, રાજકોટ રૂરલ

કોરોના મહામારીને કારણે સ્વતંત્રતા દિવસ 2019 તથા ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ 2020ના અવસર પર રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ માટે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે તમામને પણ આ વર્ષે સન્માનિત કરવામાં આવશે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments