Team Chabuk-Science Desk: અંતરીક્ષ યાત્રાનું જનૂન રાખનારા અરબપતિઓમાં હાલની શ્રેણીમાં વધુ એક મણકો જોડાઈ ગયો છે. ભારતીય સમયાનુસાર ગુરૂવારે પાંચ વાગ્યેને 33 મિનિટે અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલા કેનેડી સ્પેસ સેન્ટરથી ચાર સામાન્ય લોકોને લઈ સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન કેપ્સૂલ ફાલ્કન-9 રોકેટ અંતરીક્ષ માટે રવાના થયું હતું. આ અંતરીક્ષ યાનની ખાસિયત એ રહી કે તેની અંદર બિરાજમાન ચારે લોકો સામાન્ય નાગરિક હતા અને તેમને લઈ તે પૃથ્વીની કક્ષાની બહરા પહોંચ્યું હતું. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે રોકેટમાં બેસેલ કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષયાત્રાનો અનુભવ નથી ધરાવતું કે આ અંગેનું તેમને પાયાનું જ્ઞાન હોય.
Dragon and the @inspiration4x astronauts are now officially in space! Dragon will conduct two phasing burns to reach its cruising orbit of 575km where the crew will spend the next three days orbiting planet Earth
— SpaceX (@SpaceX) September 16, 2021
સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલમાં હાજર બે પુરુષ અને બે મહિલાઓ આંતરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનથી 100 મીલ એટલે કે 160 કિલોમીટર ઊંચાઈ ધરાવતી એક કક્ષાથી વિશ્વની પરિક્રમા કરતાં ત્રણ દિવસો પસાર કરશે. ઉડાનનું નેતૃત્વ 38 વર્ષીય જારેડ ઈસાકમેન કરી રહ્યા છે. તેઓ શિફ્ટ-4 પેમેન્ટ ઈન્કના કાર્યકારી પ્રબંધક છે. તેમના સિવાય કેન્સર જેવા જીવલેણ રોગને પરાજય આપી ઉભી થયેલી હેલે આર્સીનોક્સ, સ્વીપસ્ટેક વિજેતા ક્રિસ સેમ્બ્રોસ્કી અને એરિજોનામાં એક સામુદાયિક કોલેજના શિક્ષક સિયાન પ્રોક્ટર પણ આ મિશનમાં સામેલ છે.
આર્સીનોક્સ અંતરીક્ષમાં જનારી સૌથી ઓછી ઉંમરની અમેરિકી નાગરિક છે. સાથે જ કોઈ કૃત્રિમ અંગની સાથે અંતરીક્ષમાં જનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ છે. તેના જમણા પગમાં ટાઈટેનિયમની રોડ છે. અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલા કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમયાનુસાર ગુરૂવારની સવારે ચાર વાગ્યે સ્પેસ એક્સનું ક્રૂ ડ્રેગન કેપ્સૂલ અંતરીક્ષ માટે રવાના થયું હતું.
Thank you for visiting our #Inspiration4 crew before their departure to Launch Complex 39A, @elonmusk! 👊 pic.twitter.com/VaOXEH2tMb
— Inspiration4 (@inspiration4x) September 15, 2021
તેમની સાથે મેમ્ફિસ નિવાસી 29 વર્ષીય મેડિકલ સહાયક હેલે આર્સેના પણ હતા. આ સિવાય ફિનિક્સની 51 વર્ષીય સામુદાયિક કોલેજ પ્રોફેસર સાઈન પ્રોક્ટર અને ત્રીજા વોશિંગ્ટનના રહેવાસી ડેટા એન્જિનિયર ક્રિસ્ટોફર સેમબ્રોસ્કી છે. સ્પેસ એક્સના માલિક એલન મસ્કે કહ્યું હતું કે, જ્યાં સુધી યાન સુરક્ષિત છે જેરેડ જે ઈચ્છે તે કરી શકે છે. તેઓએ ફેબ્રુઆરી મહિનામાં આ મિશનની ઘોષણા કરી હતી. ઈસાઈકમેને ત્રણ દિવસમાં ઉડાન ભરવા અને જમીનથી 360 મીલ ઉપર જવાનો નિર્ણય લીધો હતો.
ઈસાઈકમેને ત્રણ દિવસ માટે ઉડાન ભરવા જમીનથી 355 મીલ ઉપર જવાનો નિર્ણય લીધો હતો. 2009 બાદ કોઈ પણ મનુષ્યએ આટલી દૂર સુધી સ્પેસયાત્રા નથી કરી. એ સમયે અંતરીક્ષ યાત્રીઓએ હબલ સ્પેસ ટેલીસ્કોપનો પ્રવાસ કર્યો હતો. આ અંતરીક્ષ યાન પૃથ્વીની પરિક્રમા કરશે. જોકે અંતરીક્ષ સ્ટેશન પર ડોક નહીં કરે.
T-1 hour to Falcon 9’s launch of Dragon’s first all-civilian mission pic.twitter.com/xTXUNaFlu0
— SpaceX (@SpaceX) September 15, 2021
પ્રથમ વખત માત્ર સામાન્ય નાગરિકોને લઈને અંતરીક્ષ યાન પૃથ્વીની કક્ષામાં લોન્ચ થયું છે. માત્ર પાંચ મહિનાના પ્રશિક્ષણ બાદ ચાર સામાન્ય લોકોને અંતરીક્ષ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે તેના ચાલક દળમાં કોઈ પણ વ્યવસાયી અને અનુભવી અંતરીક્ષ યાત્રી નથી. ટેસ્લાના માલિક એલન મસ્કની કંપની સ્પેસએક્સ જે સ્પેશશિપથી નાગરિકોને લઈ જશે તેની પણ ઘણી ખાસિયતો છે.
The crew of #Inspiration4 is go for launch. pic.twitter.com/xou4rJJnjp
— Inspiration4 (@inspiration4x) September 15, 2021
આ ગ્રુપ આંતરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનથી વધારે ઉંચાઈ સુધી જશે અને ત્રણ દિવસ સુધી વ્યૂ જોશે. આ સમયે કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, આ સ્પેશશિપનું બાથરૂમ છત પર હશે અને અહીંથી શાનદાર વ્યૂ પણ દેખાશે. આ બાથરૂમ જ્યાં હશે, તેની ઉપર કાચનું ગુંબજ હશે જેને કપોલા નામ આપવામાં આવ્યું છે.
ધરતીથી અંતરીક્ષ સુધીની યાત્રાને અંતરીક્ષ પર્યટન કહેવામાં આવે છે. જેમાં યાનની અંદરથી જ યાત્રીઓને અંતરીક્ષનો નજારો દેખાડવામાં આવે છે. ત્યાંથી નીચે ધરતી દેખાડવામાં આવે છે. આ સમયે ગુરુત્વાકર્ષણના કારણે યાત્રી પ્લેનની અંદર હવામાં જ રહે છે. ટૂર પહેલા યાત્રીકોને પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. આ માટે કંપનીના ટ્રેન્ડ ક્રૂ મેમ્બર્સ સહાયતા માટે હંમેશ સાથે હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત