Team Chabuk-International Desk: કોરોનાથી બચવા માટે હાલ વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાથી બચવા માટે લોકો ઝડપથી વેક્સિન (Vaccine) લઈ રહ્યા છે. પરંતુ બ્રિટનમાં એક અજીબ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે વેક્સિનને લઈને પોતાની ગર્લફ્રેન્ડને (girlfriend) એક અજીબ પ્રકારની ધમકી આપી દીધી. યુવકે કહ્યું કે, જો તેની ગર્લફ્રેન્ડ કોરોના વેક્સિન લેશે તો તે તેની સાથે બ્રેકઅપ (break up) કરી લેશે.
મિરર યૂકેના એક અહેવાલ પ્રમાણે, યુવતીએ પોતાના બોયફ્રેન્ડની (boyfriend) આ કહાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કરી છે. યુવતીએ જણાવ્યું કે, તે અને તેનો બોયફ્રેન્ડ એક વર્ષથી રિલેશનશિપમાં છે. મેં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ ઘણા સમય પહેલાં લઈ લીધો હતો. પરંતુ જ્યારે બીજો ડોઝ લેવાનો સમય આવ્યો તો બોયફ્રેન્ડે અજીબ પ્રકારની ધમકી આપવાની શરૂઆત કરી દીધી. યુવતીએ કહ્યું કે, બોયફ્રેન્ડે મને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલુ જ નહીં તેણે એમ પણ કહ્યું છે કે, જો હું કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈશ તો તે મને છોડી દેશે. જો કે, યુવતીને તેના બોયફ્રેન્ડની આ પ્રકારની વાત પહેલાં તો મજાક લાગી હતી પરંતુ પછીથી ખબર પડી કે બોયફ્રેન્ડ સાચે જ આવું કરવાનું મન બનાવી ચૂક્યો છે.
આ પ્રકારની સ્થિતિમાં યુવતી મુંઝવણમાં મૂકાઈ ગઈ છે. જો તે વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં કરે એટલે કે બીજો ડોઝ નહીં લે તો તેનો અભ્યાસ છૂટી જશે અને જો કોરોના વેક્સિનો બીજો ડોઝ લેશે તો તેની રિલેશનશિપ તૂટી શકે છે. આ વાતને લઈને યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર લોકો પાસેથે મંતવ્યો માંગ્યા છે.
યુવતીને ઘણા યુઝર્સ અલગ અલગ સલાહો પણ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, યુવતીએ વેક્સિન લઈ લેવી જોઈએ, બોયફ્રેન્ડની ચિંતા ન કરવી જોઈએ. તો એક યુઝર્સનું કહેવું છે કે, તેણે બોયફ્રેન્ડ માટે પોતાની જિંદગી સાથે કોઈ બાંધછોડ ન કરવી જોઈએ. જ્યારે એક યુઝર્સે કહ્યું કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરીને સમજાવે કે વેક્સિનનું મહત્વ કેટલું છે.
તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે