Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વેક્સિનેશનને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે વેક્સિન લેતા પૂર્વે અધિકારીઓની સામે એવી માગ રાખી દીધી હતી કે અધિકારીઓ તેને પૂરી કરી શકવા સક્ષમ હતા જ નહીં. વેક્સિન લગાવવાથી નનૈયો ભણી રહેલા આ વ્યક્તિએ કહ્યું કે, એ ત્યારે જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર હોય. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જિલ્લા અધિકારીઓનું એવું કહેવું છે કે એક વખત ફરી એ વ્યક્તિને મનાવવાનો પ્રયત્ન કરીશું.

આ ઘટના મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દાહી બ્લોકની છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ કિકરવાસ નામના આદિવાસી ગામમાં પહોંચી હતી અને કેટલાય લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. પણ જ્યારે આ વ્યક્તિનો વારો આવ્યો તો તેણે વેક્સિન લેવાની ના પાડી દીધી. આખરે હારી થાકીને અધિકારીઓએ આ વ્યક્તિને પૂછ્યું હતું કે, કોને બોલાવીએ તો તું વેક્સિન લઈશ?

આ વ્યક્તિએ પહેલા તો વરિષ્ઠ અધિકારીઓને બોલાવવાની માંગણી કરી હતી. અધિકારીઓએ તેને કહ્યું કે, એસડીએમને બોલાવીએ તો તું માની જઈશ. તેના પર વ્યક્તિને હેરાન કરવાનું શસ્ત્ર હાથ લાગી ગયું હતું અને તેણે અધિકારીઓને કહ્યું હતું કે, એસડીએમને પીએમ મોદીને ફોન કરીને બોલાવવાનું કહો. હું વેક્સિન તો ફક્ત મોદીજી સામે જ લગાવીશ.

અધિકારીઓએ જણાવ્યું છે કે આખા ગામમાં હવે ફક્ત બે જ લોકો છે, જેણે વેક્સિન નથી લગાવી. એક આ વ્યક્તિ અને બીજી તેની પત્ની. અધિકારીઓએ કહ્યું હતું કે, અમે એ વ્યક્તિ સાથે ફરી વાતચીત કરીશું અને વેક્સિન લેવા મનાવીશું. સોમવારના રોજ મધ્યપ્રદેશ સ્ટેટમાં મેગા ટિકાકરણ અભિયાન ચાલવાનું છે. અધિકારીઓ પણ તેમાં જ વ્યસ્ત છે. પણ કેટલાક લોકો અધિકારીઓને આ રીતે પરસેવે રેબઝેબ કરી નાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત