Homeગામનાં ચોરેજાપાનના આગામી પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા હશે

જાપાનના આગામી પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા હશે

Team Chabuk-International Desk: જાપાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નરમ અને ઉદારવાદી નેતા ફુમિયો કિશિદા ભવિષ્યના જાપાનના નવા પ્રધાનમંત્રી હશે. તેઓ વિદેશમંત્રી અને રાજનયિક તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. લાંબા સમય સુધી તેઓ ક્રેડિટ બેન્ક ઓફ જાપાનમાં પણ કાર્યરત હતા. વર્તમાન પ્રધાનમંત્રી યોશિહિદે સુગાનું તેઓ સ્થાન લેશે. કિશિદાનો પ્લસ પોંઈન્ટ એ છે કે તેઓને લોકપ્રિય સુધારક માનવામાં આવે છે.

rps-baby-world-1

તેઓ બીજી વખત સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના અધ્યક્ષ બનવા માટે ચૂંટણી મેદાનમાં હતા. જાપાનના બંધારણમાં એવો નિયમ છે કે જે સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ હોય છે એ જ બાદમાં દેશના પ્રધાનમંત્રી બને છે. જેથી કિશીદાને ભવિષ્યના નેતાની રીતે જોવામાં આવી રહ્યા છે.

rps-baby-world-1

આ વખતેની ચૂંટણીમાં તેમની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. 2020માં તેઓ વર્તમાન પ્રધાનંત્રી યોશિહિદેની સામે હારી ગયા હતા. આ વખતે પીએમ પદ માટે ચાર ઉમેદવારોની વચ્ચે ઘમસાણ હતું. જેમાં તારો કોનો, ફુમિયો કિશિદા સહિતની બે મહિલા ઉમેદવાર સેકો નોડા અને સાને તાકાઈચિનો સમાવેશ થતો હતો. જેમાં કિશિદાનું નામ તરીને ઉપર આવી ગયું હતું.

rps-baby-world-1

કિશીદાને બે મોટા પડકારોનો સામનો કરવાનો રહેશે. પ્રથમ તો કોરોનાના કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલી જાપાનની મજબૂત ગણાતી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવી અને આગામી સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીને સત્તા વિરોધી લહેરથી બચાવવી. જણાવી દઈએ કે આજથી એક વર્ષ પૂર્વે શિંજો આબે બીમાર હોવાના કારણે સુગાને પીએમ બનાવવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments