Team Chabuk-National: નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરો NCBએ શનિવારે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર દરોડા પાડી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપ્યું છે. આ મામલે NCB સતત બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 લોકોની પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર મામલે વધુ એક નામ ચર્ચામાં છે તે છે સમીર વાનખેડે.
NCB મુંબઈના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે બાતમીના આધારે યાત્રી બનીને ક્રૂઝ પર પહોંચ્યા હતા. તેમની સાથે NCBના અન્ય કેટલાય અધિકારીઓ પણ ક્રૂઝમાં હાજર હતા. ક્રૂઝ પર જેવી પાર્ટી શરુ થઈ તે સમયે જ NCBની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 8 લોકોની અટકાયત કરી લીધી હતી. તપાસ દરમિયાન NCBએ ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.

ગયા વર્ષે જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવુડમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો ત્યારે પણ સમીર વાનખેડેનું નામ ચર્ચામાં હતું. સમીર વાનખેડેને સિંઘમ તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેના નામથી બોલિવુડ સેલિબ્રિટી પણ ડરે છે.
કોન છે સમીર વાનખેડે ?
મહારાષ્ટ્રમાં રહેતા સમીર વાનખેડે 2008ની બેચના IRS અધિકારી છે. IRS જોઈન કર્યા બાદ તેની પહેલી પોસ્ટિંગ મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડેપ્યુટી કસ્ટમ કમિશનર તરીકે થઈ હતી. તેમની આવડતના કારણે જ તેમને આંધ્રપ્રદેશ અને ત્યારબાદ દિલ્હી મોકલાયા હતા. તેમને નશો અને ડ્રગ્સ સાથે જોડાયેલા મામલાના નિષ્ણાત માનવામાં આવે છે.
સમીર વાનખેડેના નેતૃત્વમાં જ છેલ્લા બે વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયાના નાશા અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. ગયા વર્ષે જ સમીર વાનખેડેને DRI માંથી નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોમાં ટ્રાન્સફર કરાયા છે.
સમીર વાનખેડે પોતાની ડ્યૂટી પ્રત્યે બહું ઈમાનદાર છે અને જ્યારે ડ્યૂટીની વાત આવે છે ત્યારે તેમને તે વાતથી કોઈ ફેર નથી પડતો કે સામે કોણ છે. વાનખેડે જ્યારે મુંબઈ એરપોર્ટ પર ડેપ્યુટી કમિશનર તરીકે તૈનાત હતા ત્યારે તેમણે પોતાના જૂનિયર્સને સેલિબ્રિટી પાછળ જતાં રોક્યા હતા. તેઓ બોલિવુડ સ્ટાર્સને પણ ટેક્સ વગર જવા દેતા ન હતા.
માનવામાં આવે છે કે, વાનખેડે બોલિવુડ એક્ટ્રેસના નખરાઓથી પરેશાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત નિયમ મુજબ કસ્ટમ ડ્યૂટીમાંથી પસાર થતાં દરેક મુસાફરોને પોતાનો સામાને પોતે જ ઉઠાવવો પડે છે પરંતુ બોલિવુડ સ્ટાર્સ પોતાના આસિસ્ટન્ટ પાસે સામાન ઉંચકાવે છે. વાનખેડે મુજબ તેઓ એવું એટલા માટે કરતા હતા કે વિદેશથી વધુ સામાન લાવતા તેમને રોકી શકાય કારણ કે અધિકારીઓ તેમના આસિસ્ટન્ટને નહતા રોકી શકતા.
તે બાદ તેમણે નક્કી કરી દીધુ કે દરેક મુસાફર પોતાનો સામાન જાતે જ ઉઠાવશે. વાનખેડેએ એક ખાનગી ચેનલને આપલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સેલિબ્રિટી માહોલ બનાવતા હતા, તેઓ મને ધમકી આપતા હતા કે તેઓ સિનિયર્સને તેની ફરિયાદ કરશે પરંતુ જ્યાં સુધી હું તેમને જાણ કરતો ત્યાં સુધી તેમની પાસે લાઈનમાં ઉભા રહેવા સિવાય કોઈ અન્ય રસ્તો ન હતો.”
એકવાર વાનખેડેની એક દિગ્ગજ ક્રિકેટરના એક્ટર પુત્ર અને અન્ય ક્રિકેટરની પત્ની સાથે બોલાચાલી થઈ ગઈ. જ્યારે તેમણે વાનખેડે સાથે વિવાદ છેડ્યો ત્યારે વાનખેડેએ કહ્યું કે તેઓ ટેક્સ ચોરીના આરોપમાં તેની ધરપકડ પણ કરી શકે છે. જે બાદ મામલો શાંત પડ્યો હતો અને દંડ ભર્યો હતો.
આવો જ એક કિસ્સો 2011માં વર્લ્ડ કપ દરમિયાન બન્યો હતો. તે વખતે એક જાણીતા ક્રિકેટરે વાનખેડેને કહ્યું કે તેઓ તેમના મિત્રને દારુની 18 બોટલ એરપોર્ટ પરથી લાવવા દે. સાઉથ આફ્રિકાથી પરત ફરેલા એક ક્રિકેટરે પોતાના મિત્રને ફોન કર્યો અને વાનખેડેને આપી દીધો. વાનખેડેએ તેમની વાત સાંભળી અને ત્યારબાદ પણ 16 બોટલ પર કસ્ટમ ટ્યૂટી લગાવી દીધી. કારણ કે નિયમાનુસાર એરપોર્ટ પરથી 2 બોટલ જ લઈ જઈ શકાય છે.

વાનખેડે માત્ર બે જ વ્યક્તિનું માન રાખે છે. એક અજય દેવગન કારણ કે તેમણે ક્યારેય ટેક્સ આપવાનો ઈનકાર નથી કર્યો અને બીજી મરાઠી એક્ટર ક્રાંતિ રેડકર જે તેની પત્ની છે. સમીર વાનખેડે અને ક્રાંતિએ 2017માં લગ્ન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત