Homeગામનાં ચોરેગૃહમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતો પર કાર ચડાવી દીધી

ગૃહમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતો પર કાર ચડાવી દીધી

Team Chabuk-Gujarat Desk: લખમીપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. રવિવાર સવારે આઠ વાગ્યે ખેડૂતોએ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને ડેપ્યુટી સીએમ કેશવ  પ્રસાદ મોર્યના હેલિકોપ્ટરને ઉતરવા માટે તિકોનિયામાં બનાવવામાં આવેલા હેલિપેડ પર કબ્જો જમાવી લીધો હતો. બપોરના 2-45 વાગ્યે સડક માર્ગથીને બંને નેતાઓનો કાફલો તિકોનીયા ચાર માર્ગથી પસાર થયો. જ્યારે પસાર થયો, તો ખેડૂતો કાળા વાવટા ફરકાવતા દોડી પડ્યા.

advertisement-1

આ સમયે કાફલામાં અજય મિશ્રાનો પુત્ર અભિષેક મિશ્રાએ પોતાની ગાડી ખેડૂતો પર ચઢાવી દીધી હતી. આ જોઈ ખેડૂતોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. ખેડૂતોએ અભિષેક સિવાયની એક ગાડીને આગ ચાંપી દીધી હતી. આ સમયે તોડફોડ પણ થઈ હતી. પોલીસ સ્થિતિને સંભાળવાના પ્રયાસમાં લાગી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભારતીય કિસાન યૂનિયનનો દાવો છે કે ત્રણ ખેડૂતોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 8 ખેડૂતો ઘાયલ છે.

advertisement-1

જોકે આ નિવેદનની કોઈ અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. પ્રશાસન અજય મિશ્રા અને ડેપ્યુટી સીએમને બનવારી ગામમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં લાગ્યું છે. ભાકયુના પ્રવક્તા રાકેશ ટિકૈત ગાઝીપુર બોર્ડરથી લખમીપુરી ખીરી માટે રવાના થઈ ચૂક્યા છે.

advertisement-1

હેલિપેડ પર કબ્જો થયો હોવાની જાણકારી મળતા અજય મિશ્રા અને કેશવ પ્રસાદ મૌર્ય લખનઉ રોડ માર્ગથી  લખીમપુર જિલ્લા મુખ્યાલય પહોંચી ચૂક્યા હતા. અહીં યોજનાઓનું લોકાર્પણ કરવા માટે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને કેન્દ્રિય રાજ્યમંત્રી હેલિકોપ્ટરની જગ્યાએ ગાડીથી બનવારી ગામ જઈ રહ્યા હતા. બનવારી ગામ અજય મિશ્રાનું પૈતૃક છે. અહીં કુશ્તી પ્રતિયોગિતાની શરુઆત કરવાની હતી. પ્રશાસને બનવારી ગામની આસપાસ તણાવને લઈ એલર્ટ પણ જાહેર કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments