Homeદે ઘુમા કેઅવી બારોટની આ સ્ફોટક ઈનિંગ સૌને યાદ રહેશે

અવી બારોટની આ સ્ફોટક ઈનિંગ સૌને યાદ રહેશે

Team Chabuk-Sports Desk: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (saurashtra cricket association) તરફથી રમતા ક્રિકેટર અવી બારોટનું (avi barot) નાની ઉંમરે નિધન (dies) થયું છે. અવી બારોટનું ગઈકાલે હાર્ટ એટેકના (heart attacck) કારણે નિધન થયું છે. 29 વર્ષીય અવી બારોટના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ શોકમગ્ન છે. અવી બારોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલો હતો અને વિકેટકીપર-બેટ્સમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. અવી બારોટે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં રમ્યો હતા. અવી બારોટ વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. અવી બારોટનું માત્ર 29 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે મોત થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે માહિતી આપી હતી કે, ગઈકાલે 15 ઓક્ટોબરના રોજ અવી બારોટને હાર્ટ એટેક આવ્યો હતો. અવીના અકાળે અવાસનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે. અવી એક સારો ટીમપ્લેયર અને ક્રિકેટર હતો. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી બારોટ ખૂબ મળતાવડા સ્વભાવનો અને સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના અવસાનથી આઘાતમાં છે.

અવી બારોટની કારકિર્દી

અવી બારોટે 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટીક T-20 મેચ રમી હતી. અવી બારોટે  ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1547 રન અને A-ગેમ્સમાં 1030 રન બનાવ્યા હતા. T-20ની A ગેમ્સમાં 717 રન નોંધાવ્યા હતા અવી બારોટે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં 21 મેચ રમી હતી. વર્ષ 2011માં તેને ઇન્ડિયાનો U-19 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા સામેની મેચમાં તેણે 53 બોલમાં 122 રન બનાવ્યા. અવી બારોટની આ ઈનિંગ સૌ કોઈને હંમેશા યાદ રહેશે. નાની ઉંમરે અવી બારોટના નિધનથી પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments