Homeગામનાં ચોરેપત્નીએ પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે જોઈ લેતા બંનેને ભરબજારે ફટકાર્યા

પત્નીએ પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે જોઈ લેતા બંનેને ભરબજારે ફટકાર્યા

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ભોપાલમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોહેફિઝા વિસ્તારના એક ફિટનેસ સેન્ટરનો છે. જેમાં પત્નીએ પોતાના પતિને તેની પ્રેમિકાની સાથે મોજ કરતા પકડી લીધો હતો. પત્ની ક્રોધિત થઈ ગઈ. વાળ ખેંચી તે પતિની પ્રેમિકા પર રણચંડી બની તૂટી પડી હતી. પતિ જ્યારે તેને બચાવવા માટે આગળ વધ્યો તો પત્નીએ ચંપલ કાઢી પતિની ધોલાઈ કરી નાખી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા બંને તરફથી કેસ ફાઈલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

advertisement-1

પોલીસના જણાવ્યા અનુસાર, પત્નીને તેના પતિ પર છેલ્લા કેટલાય સમયથી શંકા હતી. એક વખત તેણે પોતાના પતિને કોઈ અન્ય મહિલાની સાથે બાઈક પર જોયો હતો. પત્નીની શંકા દૃઢ થઈ હતી અને તે પતિનો પીછો કરવાનો કોઈ પણ મોકો છોડતી નહોતી. 15 ઓક્ટોબરની સાંજે છ વાગ્યે પત્ની પોતાની બહેનની સાથે પતિનો પીછો કરતી ફિટનેસ સેન્ટર પહોંચી. જ્યાં તેણે તેને તેની પ્રેમિકા સાથે રંગેહાથ પકડી લીધો હતો.

advertisement-1

પત્નીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે તેના પતિને આ યુવતી વિશે પૂછી રહી હતી તો પતિની પ્રેમિકા તેને અપશબ્દો ભાંડી રહી હતી. અહીંથી તેની ધોલાઈક્રિયા શરૂ થઈ. પ્રથમ પ્રેમિકા અને બાદમાં વચ્ચે આવેલા પતિને માર મારવામાં આવ્યો. પતિ પર પત્નીએ પોતાનો રોષ ચંપલ વડે ઉતાર્યો હતો. બીજી બાજુ યુવતીનું એવું કહેવું છે કે, યુવકની પત્ની તેની બહેનની સાથે તેની પાસે આવી હતી અને અપશબ્દો કહ્યા હતા. વિરોધ વ્યક્ત કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેને કેટલીય જગ્યાએ ઈજા પહોંચી છે. પોલીસે કહ્યું છે કે, 15 ઓક્ટોબરે કેસ ફાઈલ કરી દેવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments