Team Chabuk-Gujarat Desk: સુરતમાં વર્ષ 2012માં સગીર પર સૃષ્ટી વિરુદ્ધના કેસમાં દોષિત ઠરેલા ત્રણ આરોપીન પોક્સો કેસોની વિશેષ અદાલતના જજ દિલીપ પી.મહીડાએ 10 વર્ષની સખદ કેદ અને 25 હજાર દંડનો હુકમ કર્યો છે આરોપી જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો કોર્ટે નિર્દેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012ના વર્ષમાં સુરતમાં રહેતા 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય થયુ હોવાની ફરિયાદ થઇ હતી. આ કેસમાં સદ્દામ હુસેન શોકતઅલી શેખ (ઉ.27, રહે. ઉધના) અને રાકેશ દેવનારાયણ પોદ્દાર (ઉ. 27, રહે. ઉધના) નામના આરોપી વિરુદ્ધ 13 વર્ષીય કિશોરને રાત્રિ દરમિયાન ખાડી કિનારે લઇ જઇ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચર્યં હતું. ત્યારબાદ આ વાતની જાણ થતાં મોહમંદ સમશેર જિક્કા વાજીદઅલી શેખ (ઉ.27રહે. ઉધના) નામના આરોપીને જાણ થતાં તેણે પણ બાળકને ધમકાવીને સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચર્યું હતું.
બાળક પર એ હદે અત્યાચાર થયો હતો કે, તેને પેટમાં સખત દુખાવો થઈ ગયો હતો તેમજ મળ માર્ગેથી લોહી પડવા લાગ્યું હતું. જેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગેની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો પછી કોર્ટે ત્રણે આરોપીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2021ની કલમ-3 (એ) 5 (જી) 4,6 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષી ઠેરવ્યા હતા.

ત્યારબાદ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 25,000 રુપિયાનો દંડ અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.આમ હવે આ કેસમાં ત્રણે હવસખોર આરોપી દસ વર્ષ સુધી જેલમાં જ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત