Team Chabuk-International Desk: ચીનમાં ફરી એક વખત કોરોના વાઈરસની 2020 જેવી વાપસી થઈ છે. લોકો ભયમાં છે. અસંખ્ય ફ્લાઈટ રદ્દ થઈ ચૂકી છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ચીનમાં ફરી કોરોના વાઈરસની જૂની તસવીર દેખાઈ રહી છે. લોકો ઘરોમાં કેદ થઈ ચૂક્યા છે. ચીનની કેટલીક જગ્યાઓમાં ફરી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જ્યાંથી કોરોના વાઈરસ સમગ્ર સૃષ્ટીમાં ફેલાયો ત્યાં ફરી એક વખત તેણે ફેણ ઉંચી કરી છે. સરકાર દ્વારા લોકોને જરૂરિયાત હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. વાઈરસની સામે ફરી બે બે હાથ કરવા માટે ચીનમાં ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે.

ચીનમાં સૌથી વધારે કેસ ઉત્તરી અને ઉત્તરી પશ્ચિમી પ્રાન્તમાંથી સામે આવી રહ્યા છે. સરકારે આ વિસ્તારોમાં પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરી દીધી છે. સામે આવી રહેલા કેસ માટે એક વૃદ્ધ દંપતિને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જે એક પ્રવાસી ગ્રુપના ભાગ હતા. આ દંપતિ ગાંસૂ પ્રાન્તના સિયાન અને મંગોલિયામાં આવ્યા હતા. તેમની યાત્રા દરમ્યાન કેટલાય કેસ નોંધાયા હતા.

બીજિંગ સહિત પાંચ પ્રાન્તોમાં એવા સંક્રમિત લોકો મળ્યા, જે આ દંપતિના સંપર્કમાં આવ્યા હતા. એ પછી મોટાભાગની મનોરંજનની જગ્યાઓને ઠપ્પ કરી દીધી હતી. ચીનમાં અત્યાર સુધી કોરોના કાબૂમાં હતો પણ હવે પાંચ દિવસ બાદ કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ સામે આવ્યા છે અને આ આંકડામાં વૃદ્ધિ જ થઈ રહી છે. સરકાર તાત્કાલિક કડક પગલાં ભરી સ્થિતિને નિયંત્રણ હેઠળ લાવવા ઈચ્છે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત