Homeગુર્જર નગરીલખીમપુર: ખેડૂતો પર કાર ચડાવી દેનારા આશીષની જે DIGએ ધરપકડ કરી તેમની...

લખીમપુર: ખેડૂતો પર કાર ચડાવી દેનારા આશીષની જે DIGએ ધરપકડ કરી તેમની બદલી

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગુરૂવારના રોજ છ આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફર થઈ ગયા હતા. જેમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ DIG ઉપેન્દ્ર અગ્રવાલનું છે. તેઓ લખીમપુર હિંસાની તપાસ કરી રહેલા ટીમના પ્રમુખ હતા. તેમણે હિંસાના મુખ્ય આરોપી અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષની ધરપકડ કરી હતી. લખીમપુર IG રેન્જ લખનઉમાં આવે છે. હવે તેઓને અહીંથી હટાવી દેવીપાટન મંડલના DIG બનાવવામાં આવ્યા છે.  

કહેવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કાંડની તપાસમાં મોડું થતાં ઉત્તર પ્રદેશની સરકારને ખખડાવી નાખી હતી. તપાસની જવાબદારી ઉપેન્દ્ર અગ્રવાલની હતી. હવે તપાસમાં પ્રમુખ કોણ હશે? ઉપેન્દ્ર અગ્રવાલ કે અન્ય કોઈ અધિકારી તેની ચર્ચા થઈ રહી છે. ચર્ચા એ પણ થઈ રહી છે કે ચૂંટણી આયોગના કડક વલણના કારણે બદલી કરવામાં આવી છે. જેમાં ચૂંટણી આયોગે ત્રણ વર્ષથી વધારે સમય સુધી એક જ સ્થાન પર ફરજ બજાવતા ઓફિસરોની બદલી કરવાનું પ્રશાસનને જણાવ્યું હતું.

અધિકારીનું નામહાલનું પદપ્રમોટબેચબદલીનું સ્થાન
રાકેશસિંહDIGIG2003પ્રયાગરાજ
રાજેશ મોદકIG–2003બસ્તી ક્ષેત્ર
ઉપેન્દ્રકુમાર અગ્રવાલIG–2005લખનઉ
ડૉ. સંજીવ ગુપ્તા IG–કાયદો વ્યવસ્થા-યૂપી
કેપી સિંહIG––અયોધ્યા

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments