Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગુરૂવારના રોજ છ આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફર થઈ ગયા હતા. જેમાં સૌથી મોટું અને ચર્ચાસ્પદ નામ DIG ઉપેન્દ્ર અગ્રવાલનું છે. તેઓ લખીમપુર હિંસાની તપાસ કરી રહેલા ટીમના પ્રમુખ હતા. તેમણે હિંસાના મુખ્ય આરોપી અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર આશીષની ધરપકડ કરી હતી. લખીમપુર IG રેન્જ લખનઉમાં આવે છે. હવે તેઓને અહીંથી હટાવી દેવીપાટન મંડલના DIG બનાવવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કાંડની તપાસમાં મોડું થતાં ઉત્તર પ્રદેશની સરકારને ખખડાવી નાખી હતી. તપાસની જવાબદારી ઉપેન્દ્ર અગ્રવાલની હતી. હવે તપાસમાં પ્રમુખ કોણ હશે? ઉપેન્દ્ર અગ્રવાલ કે અન્ય કોઈ અધિકારી તેની ચર્ચા થઈ રહી છે. ચર્ચા એ પણ થઈ રહી છે કે ચૂંટણી આયોગના કડક વલણના કારણે બદલી કરવામાં આવી છે. જેમાં ચૂંટણી આયોગે ત્રણ વર્ષથી વધારે સમય સુધી એક જ સ્થાન પર ફરજ બજાવતા ઓફિસરોની બદલી કરવાનું પ્રશાસનને જણાવ્યું હતું.
| અધિકારીનું નામ | હાલનું પદ | પ્રમોટ | બેચ | બદલીનું સ્થાન |
| રાકેશસિંહ | DIG | IG | 2003 | પ્રયાગરાજ |
| રાજેશ મોદક | IG | – | 2003 | બસ્તી ક્ષેત્ર |
| ઉપેન્દ્રકુમાર અગ્રવાલ | IG | – | 2005 | લખનઉ |
| ડૉ. સંજીવ ગુપ્તા | IG | – | કાયદો વ્યવસ્થા-યૂપી | |
| કેપી સિંહ | IG | – | – | અયોધ્યા |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત