Homeતાપણુંપંજાબના પ્રભારી તરીકે હરીશ રાવત આઉટ હરીશ ચૌધરી ઈન

પંજાબના પ્રભારી તરીકે હરીશ રાવત આઉટ હરીશ ચૌધરી ઈન

Team Chabuk-National Desk: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. હવે હરીશ ચૌધરીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. બે દિવસ પૂર્વે હરીશ રાવતે રાહુલ અને સોનિયા ગાંધી પાસે પંજાબ પ્રભારીના પદ પરથી મુક્તિની અપીલ કરી હતી. પાર્ટીએ હવે રાવતની વાત સ્વીકારી લીધી છે. હરીશ રાવતે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં પોતાની વ્યસ્તતાને લઈ આ અપીલ કરી હતી. પંજાબમાં હરીશ રાવતની જવાબદારી હવે હરીશ ચૌધરીના માથે આવી છે.

ADV

હરીશ ચૌધરીએ નવજોતસિંહ સિદ્ધુના રાજીનામા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. સિદ્ધુ ઈકબાલ પ્રીત સિંહને ડીજીપી અને એપીએસ દેઓલને મહાધિવક્તા બનાવવાથી નારાજ ચાલી રહ્યા હતા. આ નારાજગી એટલી વધી કે સિદ્ધુએ અચાનક રાજીનામું આપી કોંગ્રેસ હાઈકમાન્ડને ચોંકાવી દીધા હતા, કારણ કે હાઈમાન્ડે હાલમાં જ સિદ્ધુની તમામ વાતો આગળ માથું નમાવ્યું હતું. આવી કપરી સ્થિતિમાં હરીશ ચૌધરીએ આખી ઘટનાને થાળે પાડવાનું કામ કર્યું.

ADV

હરીશ ચૌધરી રાજસ્થાન સરકારમાં રાજસ્વ મંત્રી છે. કોંગ્રેસને આશા છે કે પંજાબ કોંગ્રેસ પ્રભારી બનાવ્યા બાદ રાજસ્થાનની સીમાને અડકીને આવેલા પંજાબ વિધાનસભા સીટો પર પાર્ટીને ફાયદો મળશે. કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે જ્યારે વિખવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે પણ પાર્ટીએ હરીશ ચૌધરીને પર્યવેક્ષક બનાવી પંજાબ મોકલ્યા હતા. આ સમગ્ર ઘટનાનો સરવાળો એ નીકળ્યો હતો કે પંજાબમાં કેપ્ટનની ઈનિંગ સમાપ્ત થઈ હતી અને સિદ્ધુના સૂર્યનો ઉદય થયો હતો. જોકે સિદ્ધુની કેપ્ટન બનવાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને ચરણજીતસિંહ ચન્નીના હાથમાં પંજાબની કમાન આવી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments