Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મેરઠની એક કન્યા, લગ્નના ત્રણ દિવસ પૂર્વે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. કન્યા એકલી ફરાર નથી થઈ પણ ઘરમાં રહેલા એક લાખ રૂપિયાના દાગીના અને 25 હજાર રૂપિયા રોકડા લઈને પરિવારજનોનું હ્રદય બેસાડીને ભાગી ગઈ છે. પરિવારજનો દ્વારા ભાગેલી છોકરીની ખુબ શોધખોળ કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નહોતો. બુધવારના રોજ પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ઘરની છોકરી લગ્નના ત્રણ દિવસ પૂર્વે જ હાથફેરો કરી આશિક સાથે ભાગી ગઈ હોવાનો કેસ ફાઈલ કરાવ્યો હતો.
આ સમગ્ર ઘટના લિસાડીગેટના સમર ગાર્ડનની છે. અહીંની રહેવાસી વીસ વર્ષીય છોકરી પાડોશમાં રહેતા સંબંધી યુવકની સાથે ભાગી ગઈ હતી. આ બેઉંની વચ્ચે કેટલાય સમયથી ઈશ્કબાઝી ચાલી રહી હતી. એમાં છોકરીનું ક્યાંક બીજે ગોઠવી નાખ્યું. વીસ દિવસ પહેલા જ કન્યાના પરિવારજનોએ તેને યુવકની સાથે વાતચીત કરતા પકડી પાડી હતી. પરિવારના લોકોએ ઘરની છોકરીના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ છોકરીના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા. 30 ઓક્ટોબરના રોજ જાન આવવાની હતી, પણ છોકરી પ્રેમી સાથે જ સાત ફેરા ફરવાની હઠ લઈ બેઠી હતી. મંગળવારની રાત્રે છોકરી એક લાખ રૂપિયાના દાગીના અને 25 હજ્જાર રોકડા લઈ રફુચક્કર થઈ ગઈ.
છોકરીના પરિવારજનોએ જણાવ્યું કે, આરોપી યુવક સરધનાનો રહેવાસી છે. હાલ સમર ગાર્ડનમાં પોતાની માસીને ત્યાં રહી રહ્યો હતો. વીસ દિવસ પહેલા જ પોતાની માસીને ત્યાંથી સરધનાના ઘરે ગયો હતો. બુધવારના રોજ પરિવારજનોએ છોકરીની ખૂબ શોધખોળ કરી હતી પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો. પરિવારજનો પાડોશમાં આરોપીની માસીને ત્યાં ખાબક્યા હતા. જ્યાં મકાન પર ખંભાતી તાળું લાગેલું હતું. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે, યુવકની માસીના દોરી સંચાર પર જ યુવક તેમની લાડલીને લઈ ભાગી ગયો છે.
છોકરીના પિતાએ આર્તનાદ કરતા કહ્યું હતું કે, હવે હું સમાજમાં શું કહીશ? જો પોલીસને ફરિયાદ કરી તોપણ બદનામી થશે. એવામાં આત્મહત્યા કરી લઉં. બાદમાં છોકરીની માતા અને અન્ય પરિવારજનો તેમને સમજાવી ઘરે લઈ ગયા હતા. લિસાડીગેટના ઈન્સ્પેક્ટર ઉત્તમસિંહ રાઠોડનું આ સમગ્ર વારદાત અંગે કહેવું છે કે, ફરિયાદના આધાર પર પોલીસ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત