Homeગામનાં ચોરેVIDEO: એક પ્રેમી માટે બે પ્રેમિકાઓ વચ્ચે ભરબજારે બઘટાડી બોલી ગઈ

VIDEO: એક પ્રેમી માટે બે પ્રેમિકાઓ વચ્ચે ભરબજારે બઘટાડી બોલી ગઈ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લખનઉના બારાબીરવા ચોકની પાસે એક હોટલની બહાર સોમવારે મોડી રાત્રે બે છોકરીઓ લાત-ઘુંસા મારવા પર ઉતરી આવી હતી. એક પ્રેમીને લઈ વર્તમાન પ્રેમિકા અને પૂર્વ પ્રેમિકા વચ્ચે રસ્તા વચ્ચે દંગલ જોવા મળ્યું હતું. આ યુદ્ધ જોઈ સામેથી ભીડને નોતરું મળ્યું હતું અને આ ભીડે જ વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો.

મારામારીની ઘટના સોમવારની રાતે ઘટી હતી. હોટલની બહાર કારમાં સવાર એક યુવતી ઉભી હતી. ત્યાં રોબિન નામનો એક યુવક આવ્યો, જે આ યુવતીનો પૂર્વ પ્રેમી હતો. તેની સાથે બે છોકરીઓ હતી. કારમાંથી ઉતરતા વેત વર્તમાન પ્રેમિકાએ પૂર્વ પ્રેમિકાની પીટાઈ કરવાની શરુઆત કરી દીધી અને ગાળો આપવા લાગી. વર્તમાન પ્રેમિકા અને તેની સાથે રહેલી એક અન્ય યુવતીએ પૂર્વ પ્રેમિકાને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. મારના કારણે પૂર્વ પ્રેમિકા બેભાન થઈ ગઈ હતી અને રસ્તા પર પડી ગઈ હતી. અંતે પૂર્વ પ્રેમિકાનું નિવેદન લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મારપીટ કરનારી યુવકની પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હુમલો કરનારી યુવતી અપશબ્દો બોલી રહી છે. યુવતી ‘વીડિયો બનાવીશ’ શબ્દનો વારંવાર ઉપયોગ કરી પૂર્વ પ્રેમિકાને કારની પાસેથી ખેંચે છે અને તેને માર મારે છે. બેભાન થઈ ગયેલી પૂર્વ પ્રેમિકાને બાદમાં નજીકના નર્સિંગ હોમમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments