Homeગુર્જર નગરીસુરત: શ્વાન લઈ નીકળેલા 11 વર્ષના છોકરા પર યુવાન તૂટી પડ્યો

સુરત: શ્વાન લઈ નીકળેલા 11 વર્ષના છોકરા પર યુવાન તૂટી પડ્યો

Team Chabuk-Gujarat Desk: સુરતની ઘોડદોડ રોડની આચમન સોસાયટીમાં શ્વાન લઈ નીકળેલા એક અગિયાર વર્ષના કિશોર પર એક 40 વર્ષનો પુરુષ તૂટી પડ્યો હતો. માર કયા કારણે અને શું ખાર રાખી મારી રહ્યો છે, તેની એ સમયે તો કોઈને ખબર નહોતી, પણ આમ વગર વાંકે છોકરા પર ભીમ બની તૂટી પડેલા આ યુવકનું કૃત્ય સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યું છે.

ADV

આ ઘટના મંગળવારની રાત્રે આઠ વાગ્યાની આસપાસ બની હતી. 11 વર્ષના માસૂમને માર મારનારનું નામ વિરદેવસિંહ સરવૈયા છે અને તેની ઉંમર 40 વર્ષની છે. ઉમરા પોલીસને ફોન આવ્યા બાદ તેમણે વીરદેવસિંહને પોલીસ સ્ટેશને હાજર કર્યો હતો. જે પછી સામે એ વાત આવી રહી છે કે, વિરદેવસિંહે સોસાયટીમાં રમતા છોકરાઓને રમવાની ના પાડી હતી. એવામાં એક અગિયાર વર્ષીય છોકરો શ્વાન લઈ નીકળ્યો હતો અને તેના પર વિરદેવસિંહ તૂટી પડ્યો હતો.

ADV

કોઈ પણ જાતના વાંક વગર આ છોકરાનો વિરદેવસિંહે કાન આમળ્યો હતો. જમીન પર પાડી દીધો હતો. ઘટનાની પોલીસને જાણ કર્યા બાદ મોડી રાતે વિરદેવસિંહની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments