Homeગુર્જર નગરીવડોદરા: પિતા પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યું, માથા ધડથી અલગ

વડોદરા: પિતા પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યું, માથા ધડથી અલગ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિનપ્રતિદિન આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. આવો જ એક ચકચારી આત્મહત્યાનો બનાવ વડોદરામાં બની ગયો. જ્યાં ટ્રેન નીચે પડતું મૂકી બે પુરુષોએ મોતને વ્હાલ કરી લીધું હતું. આ બંને કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા એવા ફેક્ટરીના માલિક અને તેમનો પુત્ર છે. આ બેઉએ કોચુઅલ્લી ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનની નીચે પડતું મૂકનારા પિતા-પુત્રના માથા ધડથી અલગ થઈ ગયા હતા. આત્મહત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ADV

વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય દિલીપભાઈ દલાલ કે જેઓ વ્યવસાયે ફેક્ટરીના માલિક હતા. અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દલાલનો મૃતદેહ મારેઠા રેલવે ફાટક નજીકથી મળી આવ્યો હતો. મંગળવારના રોજ સાત વાગ્યાની સાંજે આ બંનેએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યાની જાણ રેલવે સ્ટેશનની આસપાસ રહેલા લોકોને થતાં તેઓ દોડી ગયા હતા અને થોડીવારમાં ભીડ એકઠી થઈ ગઈ હતી.

ADV

ઘટનાસ્થળ પર આવેલી પોલીસની ટીમે લોકોને દૂર ખસેડ્યા હતા અને બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન આર્થિક સંકડામણનું લગાવવામાં આવી રહ્યું છે. ઉદ્યોગપતિ દિલીપભાઈના પુત્ર વિશે એવી માહિતી મળી રહી છે કે તે અપરણિત હતો અને ઉપરથી માનસિક રીતે બીમાર હતો. બંને સાથે જ રહેતા હતા. તેઓ મકરપુરા ટિકિટ લેવા જઈએ છીએ કહી નીકળ્યા હતા, પણ કોને ખબર કે તેઓ કોઈ દિવસ પરત ફરવાના નહોતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments