Team Chabuk-Sports Desk: પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ પરાજય મળતા ભારતની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. હવે ભારતને ચમત્કાર જ સેમીફાઈનલ સુધી પહોંચાડી શકે છે. એવામાં ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય બાદ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં પરાજયના કારણો ગણાવ્યા હતા.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ‘અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટ અને બોલથી કોઈ વીરતા બતાવી છે. બચાવ કરવા માટે ઘણું બધું નથી પણ ફિલ્ડિંગ પર ઉતરતા સમયે અમે નીડર નહોતા. જ્યારે પણ અમે તક લીધી વિકેટ ગુમાવી બેઠા. આ મોટાભાગે અસમંજસનું પરિણામ હોય છે કે, શોટ ફટકારવો કે નહીં.’
કોહલીએ આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ભારત પાસે રાખવામાં આવતી આશા પર પણ વાત કરી હતી. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે મળલા પરાજય બાદ વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે ઈન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમો છો તો લોકોને તમારી પાસે સૌથી વધારે આશા હોય છે. માત્ર ફેન્સ નહીં પણ ખેલાડીઓ પણ. જેથી અમારા મેચમાં હંમેશાંથી દબાણ વધારે હોય છે. અને અમે વર્ષો સુધી તેનો આનંદ ઉઠાવ્યો છે. જે પણ ભારત માટે રમે છે તેની સરાહના કરે છે. અને જ્યારે તમે એક ટીમની રીતે રમત રમો છો તો આ પ્રેશરની પાર ચાલ્યા જાવ છો. અને અમે બંને મેચમાં એવું કંઈ ખાસ નથી કર્યું. તમે માત્ર એ માટે અલગ નથી રમવા લાગતા કે તમે ભારતીય ટીમમાં છો અને લોકોને તમારી પાસેથી અપેક્ષા છે. અમારે આશાવાદી અને પોઝિટિવ રહેતા જોખમ લેવા પડશે. અમારે પ્રેસરથી અલગ થઈને અમારી પ્રોસેસ ચાલુ રાખવી પડશે અને સકારાત્મક ક્રિકેટ રમવું પડશે. હું વિચારું છું કે, અમે ઠીક છીએ. હજુ ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે.
પરાજય બાદ ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે. પ્રથમ મેચમાં દસ વિકેટથી પરાજય મળ્યા બાદ બીજી મેચમાં ભારત આઠ વિકેટથી હાર્યું છે. અને આ બંને હાર બાદ ટીમની રનરેટ ખૂબ ઓછી છે. ન્યૂઝીલેન્ડ સામેના પરાજય બાદ ભારતીય ટીમ ગ્રુપ-2માં પાંચમાં નંબર પર છે. ટીમ પોતાની બંને મહત્વની મેચ હારી ચૂકી છે. હવે ટીમને અફઘાનિસ્તાન, નામિબીયા અને સ્કોટલેન્ડની સામે રમવાનું છે. ભારતીય ટીમ હજુ માઈનસ 1.609ની રનરેટ સાથે માત્ર સ્કોટલેન્ડથી આગળ છે. ટીમને હવે સેમીફાઈનલનો પ્રવાસ ખેડવો હશે તો ચમત્કાર પર આધાર રાખવો પડશે. હવે ત્રણ નવેમ્બરે ટીમ અફઘાનિસ્તાન સામે રમશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત