Homeગામનાં ચોરે6 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થવાના જ હતા ત્યાં વરરાજો બીજી...

6 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન થવાના જ હતા ત્યાં વરરાજો બીજી ગર્લફ્રેન્ડ પટાવી ભાગી ગયો

Team Chabuk-National Desk: જોધપુરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં એક યુવક પોતાના મિત્રની પ્રેમિકાને લઈ ભાગી ગયો. યુવકના જે યુવતી સાથે વિવાહ થવાના હતા તેની સાથે તે છ વર્ષથી રિલેશનશિપમાં હતો. અંતે બંને પરિવારે મળી ગોળધાણા ખવડાવી ગોઠવી નાખ્યું. કંકોત્રી છપાઈ ગઈ હતી. પણ અણીના સમયે વરરાજો ભાગી જતા વધૂ હતભ્રત થઈ ગઈ હતી. એ પરિવારની સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને રફુચક્કર થઈ જનારા વરરાજાની વિરૂદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વરરાજો જે યુવતીને લઈ ભાગ્યો તેના પરિવારે પણ પુત્રી ખોવાયાની ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે પોલીસે વરરાજા અને તેની પ્રેમિકાને પોલીસ સ્ટેશને બોલાવ્યા તો વધૂએ પોલીસ સ્ટેશનમાં જ બધાની સાથે વરરાજાને થપ્પડ મારી દીધી હતી. ત્રણ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. એક કલાક ઉપર ચાલેલા તમાશા બાદ માંડ માંડ શાંતિની ચાદર પથરાઈ હતી.

આ સમગ્ર ઘટના અંગે રાતનાડા પોલીસ સ્ટેશનમાં શનિવારના રોજ એરફોર્સ રહેવાસી ભારદ્વાજ પરિવારે તેમની પુત્રી ખોવાયાની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે, નર્સિંગનો અભ્યાસ કરી રહેલી તેમની પુત્રી શુક્રવારથી ક્યાંય મળી નથી રહી. તપાસ કરતા માહિતી મળી કે યુવતી પાબુપુરાના રહેવાસી બાદલ નાયકની સાથે લગ્ન કરવાના ઈરાદાથી ફરાર થઈ ગઈ છે.

બંને કપલ આર્ય સમાજમાં લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ શનિવારના રોજ લગ્ન ન કરી શક્યા. રવિવારના રોજ યુવક અને યુવતી બંને પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા. બાદલના વિવાહ 14 નવેમ્બરના રોજ જવાહર નગરની રહેવાસી યુવતીની સાથે થવાના હતા. બેઉં પરિવારના લોકોએ કંકોત્રી પણ છાપી નાખી હતી. 27 ઓક્ટોબરના રોજ એક વિધિ પણ પૂર્ણ થઈ ચૂકી હતી. આ વિધિમાં બાદલ પરિવારે પોતાની વધૂને ઘરેણાં અને કપડાં પણ આપ્યા હતા. બેઉં પરિવારે ધામધૂમપૂર્વક વિધિ કરી અને તેના બીજા જ દિવસે બાદલ અન્ય યુવતની સાથે ઈશ્ક હોવાથી ભાગી ગયો હતો.

જેવી વાત સામે આવી કે બાદલ કોઈ અન્ય યુવતીને લઈ લગ્ન કરવાના ઈરાદે ભાગ્યો છે, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. વધૂના પરિવારજનોએ છેતરપિંડીનો કેસ ફાઈલ કર્યો હતો. ઉપરથી વધૂની તબિયત પણ બગડી ગઈ હતી અને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવતા તેનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કાલુસિંહે જણાવ્યું હતું કે, બંને યુવતીઓના પરિવારજનોએ કેસ ફાઈલ કરાવ્યો છે. એક એરફોર્સ વિસ્તારના રહેવાસી પરિવારજનોએ ગાયબ થઈ એ છોકરી અંગે અને બીજો જવાહરનગરની રહેવાસી યુવતીએ ભાવી પતિએ કરેલી છેતરપિંડીનો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments