Homeગામનાં ચોરેમધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી અને હિંદુવાદી સંગઠનોના વિરોધ બાદ સબ્યસાચીએ જાહેરખબર...

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી અને હિંદુવાદી સંગઠનોના વિરોધ બાદ સબ્યસાચીએ જાહેરખબર પરત લીધી

Team Chanuk-National Desk: ખ્યાતનામ ફેશન બ્રાન્ડ સબ્યસાચીએ મંગળસૂત્ર પર બનાવેલું પોતાનું વિજ્ઞાપન પરત લઈ લીધું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ સબ્યસાચી મુખર્જીના આ વિજ્ઞાપન પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે આ જાહેરખબર 24 કલાકની અંદર અંદર નહીં હટે તો એફઆઈઆર ફાઈલ થશે. મંત્રીએ સબ્યસાચીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો તમારામાં હિંમત હોય તો બીજા ધર્મ પર આ પ્રકારનું વિજ્ઞાપન બનાવો.

નરોત્તમ મિશ્રાની ચેતવણી અને હિંદુવાદી સંગઠનોના વિરોધ બાદ સબ્યસાચીએ જાહેરખબર પરત લીધી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં આપવામાં આવેલા નિવેદનમાં ફેશન બ્રાન્ડે કહ્યું હતું કે, અમને એ વાતથી દુખ છે કે, સમાજના એક વર્ગની જાહેરખબરથી લાગણી દુભાઈ છે. જેથી અમે વિજ્ઞાપનને પરત લઈએ છીએ.

સબ્યસાચીએ ચાર દિવસ પૂર્વે એક જ્વેલરી કલેક્શનના સેટને લોન્ચ કર્યો હતો. તેમણે આ કલેક્શનને ધ રોયલ બંગાલ ટાઈગર આઈકન નામ આપ્યું હતું. વિવાદ મંગળસૂત્રના વિજ્ઞાપનથી થયો હતો. મંગળસૂત્રને કંપનીએ ધ રોયલ બંગાલ મંગળસૂત્ર 1.2 નામ આપ્યું હતું.

વિજ્ઞાપનની તસવીર સામે આવતા જ ઉહાપોહ મચી ગયો હતો. આ જાહેરખબરમાં મહિલા અને પુરુષ દેખાડવામાં આવ્યા છે. મહિલાએ વિજ્ઞાપનમાં કાળા રંગની ઈન્ટિમેટ ડ્રેસ પહેરેલી છે. જાહેર ખબર સામે આવ્યા બાદ લોકો પૂછવા લાગ્યા હતા કે, કયા એન્ગલથી આ મંગળસૂત્રની એડ લાગે છે? જાહેર ખબર કરનારી મહિલાનું નામ વર્ષિતા તટાવર્તી છે. પુરુષ મોડલનું નામ પ્રતેયિક જૈન છે.

સબ્યસાચીના વિવાદિત વિજ્ઞાપનના સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની શરુઆત કરી દીધી હતી. લોકોનું કહેવું હતું કે, હિંદુ તહેવાર આવે છે ત્યારે જ લોકોની ક્રિએટિવિટિ કેમ સામે આવે છે? સંગઠનોનું કહેવું છે કે આ વિજ્ઞાપન હિંદુ રિવાજો પર હુમલો છે. લગ્ન જેવા પવિત્ર સંબંધને પણ આ કંપનીઓ ખરાબ અને ધૂમિલ કરવામાં લાગી છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું આ અંગે કહેવું છે કે, આભૂષણોમાં સર્વાધિક મહત્વ ધાર્મિક દૃષ્ટીથી મંગળસૂત્રનું હોય છે. અમે માનીએ છીએ કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતીનો અને કાળો ભાગ ભગવાન શિવનો હોય છે. શિવજીની કૃપાથી મહિલા અને તેના પતિની રક્ષા થાય છે. માતા પાર્વતીની કૃપાથી વૈવાહિક જીવન સુખમય બની રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments