Team Chabuk-Sports Desk: અબુધાબીના શેખ જાયદ ક્રિકેટ સ્ટેડિયમના પિચ ક્યૂરેટર મોહનસિંહનું રવિવારે 7 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પૂર્વે નિધન થઈ ગયું છે. તેમની મૃત્યુનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. મોહનસિંહ એ વ્યક્તિ છે જેણે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલા મુકાબલાની પીચ તૈયાર કરી હતી.
મોહનસિંહના નિધન પર અબુધાબી ક્રિકેટે નિવેદન સામે રાખ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, મોહન 15 વર્ષથી અબુધાબી ક્રિકેટની સાથે હતા. તેમણે તમામ આયોજન સ્થળની સફળતામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મોહનને શ્રદ્ધાંજલિ અને તેમની અવિશ્વસનીય ઉપલબ્ધિઓને આવનારા દિવસોમાં સન્માનિત કરવામાં આવશે.
આઈસીસીએ પણ મોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું છે કે, અમને ખૂબ જ દુ:ખ છે અને અમારા વિચાર અને પ્રાર્થના તેમના પરિવાર, મિત્રો, અબુધાબી ક્રિકેટ અને આ આયોજનની સાથે જોડાયેલા તમામ લોકોની સાથે છે.
મોહનસિંહ મોહાલીના રહેવાસી હતા. આ પૂર્વે તેઓ બીસીસીઆઈના પૂર્વ ચીફ ક્યૂરેટર દલજીતસિંહની સાથે પણ કામ કરી ચૂક્યા છે. દલજીતસિંહે 22 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે કામ કર્યું છે. દલજીતસિંહની સાથે વર્ષો સુધી કામ કર્યા બાદ મોહન વર્ષ 2000માં યૂએઈ શિફ્ટ થઈ ગયા હતા.
આ અંગે વાત કરતા દલજીત સિંહે કહ્યું હતું કે, યૂએઈ ગયા બાદ, જ્યારે પણ તેઓ દેશમાં હોય ત્યારે તેઓ મુલાકાત કરવા માટે આવતા રહેતા હતા. પણ મેં તેમને ગત કેટલાક દિવસોથી નથી જોયા. ખૂબ વહેલા ચાલ્યા ગયા એ વાતનું દુખ છે.
મોહનસિંહની મૃત્યુ પાછળનું કારણ શું છે તેની હજુ સુધી કોઈ ચોખવટ કરવામાં નથી આવી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ કહી રહી છે કે તેમણે આત્મહત્યા કરી છે. લોકલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત