Team Chabuk-Business Desk: ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમનો આઈપીઓ આજે સોમવાર 8 નવેમ્બરથી બહાર પડ્યો છે. આજથી પેટીએમના આઈપીઓનું (paytm ipo) સબ્સક્રિપ્શન ભરી શકાશે. ગત અઠવાડિયે પાંચ કંપનીઓ પોતાનો આઈપીઓ બજારમાં લોન્ચ કરી ચૂકી છે. જ્યારે પેટીએમનો આઈપીઓ આજથી ભરી શકાશે અને 10 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. 18,300 કરોડ રૂપિયાના બજેટને ધ્યાને લઈએ તો પેટીએમનો આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવી રહ્યો છે.
શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પેટીએમના આઈપીઓની શરૂઆત આજથી થઈ જશે અને આઈપીઓ ભરનારને 6 અથવા તેનાથી વધુ ગણા પૈસા લગાવવા પડશે. પેટીએમની મૂળ કંપની વન97 કમ્યુનિકેશનના આ આઈપીઓના એક લોટ લેવા માટે ઓછામાં ઓછા 12,480 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
પેટીએમના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 2080 રૂપિયાથી 2150 રૂપિયા સુધી રહેશે. લોટની ફાળવણી 15 નવેમ્બર સુધી કરવામાં આવશે અને 18 નવેમ્બરે શેર બજારમાં પેટીએમનો શેર લિસ્ટ થઈ જશે.
આઈપીઓના ફ્રેશ ઈસ્યુ મારફતે 8300 કરોડ રૂપિયા એકઠાં કરવાની કંપનીની યોજના છે. જ્યારે 10 હજાર કરોડ રૂપિયા ઓફર ફોર સેલ એટલે કે હાલના શેર ધારકો માટે રહેશે. પેટીએમનો આ આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવી રહ્યો છે. આ પહેલા 2015માં કોલ ઈન્ડિયાનો આઈપીઓ બહાર પડ્યો હતો જેના થકી 15,200 કરોડ રૂપિયા એકઠાં કરવામાં આવ્યા હતા. પેટીએમએ થોડા દિવસ પહેલા એન્કર રોકાણકારો મારફતે 8235 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. કંપનીએ બ્લેકરોક, સિંગાપુરની સીપીપીઆઈબી અને અબુ ધાબીના સોવરેન વેલ્થ ફંડ્સને એન્કર રોકારકાર તરીકે જોડ્યા છે.
એક જાણકારી પ્રમાણે પેટીએમના મોટા ગજાના રોકાણકાર એએનટી ફાયનાન્સિયલ લગભગ 27.9 ટકા એટલે કે 643 મિલિયન ડોલરની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત પેટીએમના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વિજય શેખર શર્મા લગભગ 402 કરોડ રૂપિયાના શેર વેચશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત