Homeગામનાં ચોરેRPFના ઉપનિરીક્ષકની સમયસૂચકતાએ મહિલાને ટ્રેનની નીચે આવતા બચાવી લીધી

RPFના ઉપનિરીક્ષકની સમયસૂચકતાએ મહિલાને ટ્રેનની નીચે આવતા બચાવી લીધી

Team Chabuk-National Desk: બિહારના ગયા જંક્શનના પ્લેટફોર્મ નંબર બે પર રવિવારની બપોરે ટ્રેનમાં સવાર થતા દરમિયાન એક મહિલાનો પગ લસરી ગયો હતો. ટ્રેનના દરવાજાના હેન્ડલને પકડીને તે થોડે દૂર સુધી ખેંચાઈ હતી. એવામાં ત્યાં ફરજ પર હાજર આરપીએફના (RPF) ઉપનિરીક્ષક રામજી લાલ બુનકરે મહિલાનો જીવ બચાવ્યો હતો.

RPFના ઉપરનિરીક્ષક રામજી લાલ બુનકરે જણાવ્યું હતું કે ટ્રેન નંબર 02354 પ્લેટફોર્મ નંબર બેથી છૂટી રહી હતી. એ વચ્ચે એક મહિલા યાત્રીકની સાથે એક યુવતી અને એક બાળકે ચાલતી ગાડીમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ટ્રેનની ઝડપ વધી ગઈ હતી. મહિલાએ બાળક અને છોકરીને ટ્રેનમાં ચડાવી દીધી હતી. ખૂદ ટ્રેનની વધી રહેલી સ્પીડના કારણે તેના પગ લપસવા લાગ્યા હતા. ટ્રેનની નીચે તે ફસાઈ જવાની હતી ત્યાં સમયસૂચકતા વાપરી તેને બચાલી લેવામાં આવી.

એ પછી મહિલા અને બાળકને સુરક્ષિત ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. મહિલા યાત્રીને હાવડા જવું હતું. તેની પાસે રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટ પણ હતી. મહિલા ગુડ્ડી વિશ્વકર્મા ગયાના અલીપુરની રહેવાસી છે. આ યાત્રીઓને બીજી ટ્રેનથી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા.

advertisement-1

આ પહેલા રવિવારના રોજ એક મહિલાનો જીવ આરપીએફ જવાને બચાવ્યો હતો. રાગિની દેવી અને અમિત કુમારનું રિઝર્વેશન ટ્રેન નંબર 02397માં હતું. તેમને દિલ્હી જવું હતું. ભૂલથી તેઓ 02802માં ચઢી ગયા હતા. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ છોડવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ ખોટી ટ્રેનમાં છે.

આ વાતની જાણકારી પ્રાપ્ત થતા જ ઝડપ ઝડપમાં ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતા સમયે મહિલાનો પગ લપસી ગયો હતો અને ત્યાં હાજર આરપીએફના જવાને મહિલાને સુરક્ષિત ટ્રેનની ચુંગાલમાંથી બચાવી હતી. મહિલાને બહાર કાઢતા તે મૂર્છિત થઈ ગઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments